ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી


ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ “મેક ઈન ઈન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઈન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ “ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ₹40,000 કરોડ છે અને તે દર વર્ષે 7%ની દરે વૃદ્ધિ કરી રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે, તેથી આ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.”
હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ GST દરો અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનાં કારણે MSME ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હાલ HSN 3401 (સાબુ અને ઓર્ગેનિક સર્ફેસ એક્ટિવ પ્રોડક્ટ્સ) તથા HSN 3402 (ડિટર્જન્ટ પાવડર, કેક, લિક્વિડ વગેરે) પર 18% GST લાગુ છે. સાથે સાથે, કાચા માલ જેમ કે LAB, ફેટી આલ્કોહોલ્સ, સર્ફેક્ટન્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. વધુમાં, વિવિધ નિયામક નિયમોના કારણે MSME યુનિટોને વધારાના પાલન ખર્ચ તથા વિલંબનો સામનો કરવો પડે છે. આ અંગે ચર્ચા- વિચારણા કરવા માટે એસોસિએશનની બેઠક મળી હતી.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.