ગાગોદરના ગોરાસર તળાવમાં કુદરતી રીતે છેલ્લા ચાર-પાંચ દિવસમાં હજારો માછલીના મોત
રાપર ખાતે આવેલ ગાગોદરના ગોરાસર તળાવમાં કુદરતી રીતે છેલ્લા ચાર-પાંચ દિવસમાં હજારો માછલીના મોત થયા છે. જેના કારણે ગોરાસર રાજબાઇ માતાજી મંદિરના પૂજારી દિપકગિરીએ મજૂર બોલાવીને મૃત માછલીઓને બહાર કાઢી ખાડામા દાટી દેવાઈ હતી. પુજારીએ જણાવ્યું હતું કે મૃત માછલીઓના કારણે અતિશય દુર્ગંધ આવી રહી છે. ભાદરવા બીજ તા;9/9ના માતાજીના મંદિરે મેળાનું આયોજન થતું હોય છે, જેથી ભક્તોને કોઈ પરેશાની ના થાય તેના માટે તંત્ર કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે.