ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025”


નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે. આ વર્ષે શહેરના સૌથી અવેઈટેડ ગરબા મહોત્સવોમાંનો એક, “રાતલડી – ધ મંડળી ગરબા 2025”, ફરી એક વાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે. ઢોલના તાલ, શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે.
આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રિ-નવરાત્રીથી થશે, જ્યાં લોકપ્રિય ગાયક જિગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે.
આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટિમ સાથે ઝાલા ઈવેન્ટ્સ ના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિતઃ રહ્યા હતા.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.