રવેચી મેળામાંથી ચોરી થયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ


મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી ના ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા નાઓની સુચના આધારે રાપર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે રાપર પો.સ્ટે વિસ્તારમાં યોજાયેલ રવેચી મેળામાંથી મો.સાની ચોરી થયેલ હોય જે ફરીયાદના અધારે રા.પો.સ્ટે ગુ.નં.૧૧૯૯૩૦૧૦૨૫૦૩૪૮/૨૦૨૫ બી.એન. એસ. કલમ-૩૦૩ (૨) મુબજના ગુના કામે ચોરાયેલ મો.સા રજી નં.GJ-12 -ES-7953 વાળુ શોધી કાઢી એક ઇસમોને પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
♦ પકડાયેલ આરોપીનું નામ-
(૧) ભરતભાઇ ચોથાભાઇ કોલી ઉ.વ.૨૮ રહે.કલ્યાણપર(ખડીર) તા.ભચાઉ કચ્છ
- શોધી કાઢેલ ગુનાઓની વિગતઃ-
રાપર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૫૦૩૪૮/૨૦૨૫ બી.એન. એસ. કલમ-૩૦૩ (૨)
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧)TVS કંપનીનું રાઇડર મોટરસાઈકલ રજી.નં. GJ-12-ES-7953 કિ.રૂ.૪૦,૦૦૦/-
- કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
*
આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી આર.આર.અમલીયાર તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.