પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા પ્રોહી.બુટલેગ૨ની પાસા તળે અટકાયત કરતી LCB,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર અરવિંદસિંહ રાણુભા જાડેજા રહે. સીયારીયા વાસ,અયોધ્યાપુરી,રાપર વાળો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરુધ્ધ રાપર તથા બાલાસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેક્ટરશ્રી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે.ડલેકટરથી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત ક૨વા પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા ઉપરોકત આરોપીને પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. ડલેકટરથી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી કુલે-૧૪ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુડમો જારી કરવામાં આવેલ છે.

અટકાયતીનું નામ

(૧) અરવિંદસિંહ રાણુભા જાડેજા ઉ.વ. પર રહે. સીયારીયા વાસ, અયોધ્યાપુરી, રાપર

ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) બાલાસર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૩૮/૨૪ પ્રોહી.ઽ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧

(૨) રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૬૦/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી,૮૧

(3) રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૭૩/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી

(૪) રા૫ર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૭૧/૨૨ પ્રોહી.ડ. ૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧

(૫) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૪૭/૨૨ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.