નેશનલ હેલ્થ મિશન (N.H.M.) અંતર્ગત કચ્છ જીલ્લામાં આરોગ્ય વિભાગમાં ખાલી રહેલી ૭૯ જગ્યાઓઉપર ૧૧ માસનાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરાઈ
નેશનલ હેલ્થ મિશન (N.H.M.) અંતર્ગત કચ્છ જીલ્લામાં આરોગ્ય વિભાગમાં ખાલી રહેલી ૭૯ જગ્યાઓ
ઉપર ૧૧ માસનાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરાઈ
માન. શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સાહેબના માર્ગદર્શન હેઠળ નેશનલ હેલ્થ
મિશન અંતર્ગત આરોગ્યની જુદી-જુદી કેડરમાં કચ્છ જિલ્લામાં સ્ટાફની જગ્યાઓં તદન હંગામી ધોરણે ૧૧
માસ કરાર આધારે ભરવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૪/૦૫/૨૦૨૫ સુધી આરોગ્યસાથી
સોફટવેરની લિંક પર ઓનલાઈન અરજી કરવા માટે મિશન ડાયરેક્ટર ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી & મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ દ્વારા જિલ્લાના વર્તમાનપત્રોમાં જાહેરાત
આપવામાં આવેલ હતી.
- ૧૧ માસના કરાર આધારિત PHC /UPHC માટે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 8 જગ્યાઓ
સામે 106 અરજીઓ આવેલ હતી જેમાં TOR અને જાહેરાત મુજબ કમિટી દ્વારા પાત્રતા ધરાવનાર
ઉમેદવારોમાંથી 8 જગ્યાઓ મેરીટના આધારે ભરવામાં આવેલ. - ૧૧ માસના કરાર આધારિત PHC /UPHC માટે લેબોરેટરી ટેકનિશિયનની 10 જગ્યાઓ સામે 135
અરજીઓ આવેલ આ 10 જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવેલ. - આયુષ તબીબ માટેની ખાલી પડેલ 10 જગ્યાઓ સામે 449 અરજીઓ આવેલ નિયમ મુજબ આ
જગ્યાઓ પર પણ 10 ઉમેદવારોની નિમણુંક કરવામાં આવી. - RBSK ફાર્માસિસ્ટની ખાલી પડેલ 10 જગ્યાઓ સામે 48 અરજીઓ આવી જેમાં માત્ર 5 ઉમેદવારો
હાજર થયા હતાં. - CHO ની ખાલી પડેલી 22 જગ્યાઓ સામે 2974 અરજી આવેલ નિયમ અનુસાર 22 ઉમેદવારોને
નિમણૂક આપવામા આવી, - સ્ટાફ નર્સની ખાલી પડેલી 20 જગ્યાઓ સામે 1008 અરજી આવેલ તેમાંથી TOR અને મેરીટ
યાદીનાં આધારે 20 ઉમેદવારોને નિમણૂંક કરવામાં આવી. - NCD ઓપરેટર-1 જગ્યા માટે 43 અરજી આવેલ. 1 ઉમેદવારને નિમણૂક આપવામા આવી.
- મેડિકલ ઓફિસર NTEP અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલમાં 1 જગ્યા માટે 34 અરજી આવેલ. 1
ઉમેદવારને નિમણૂક આપવામા આવી. - TBHV અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલમાં 1 જગ્યા માટે 34 અરજી આવેલ. 1 ઉમેદવારને નિમણૂક
આપવામા આવી. - NTEP લેબોરેટરી ટેકનિશિયનની 1 જગ્યા માટે 87 અરજી આવેલ. 1 ઉમેદવારને નિમણૂક આપવામા
આવી. - પ્રોગ્રામ આસિસ્ટન્ટ 1 જગ્યા માટે 30 અરજી આવેલ.,ન્યુટ્રીશન આસિસ્ટન્ટ 2 જગ્યા માટે 4 અરજી
આવેલ, પીએ ન્યુટ્રીશન જીલ્લા કક્ષાએ 1 જગ્યા માટે 2 અરજી આવેલ,ઓડિઓલોજીસ્ટ 1 જગ્યા
માટે 3 અરજી આવેલ, ઓડિઓમેટ્રીક આસિસ્ટન્ટ 1 જગ્યા માટે 3 અરજી આવેલ. ઉપરોકત જગ્યા
માટે કોઈપણ ઉમેદવાર હાજર થયેલ નથી.
આ ભરતી કચ્છ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ કરવામાં આવી, બધીજ કેડરની
ભરતી માટે વિવિધ સમિતીઓ બનાવવામાં આવેલ, આ સમિતીઓ દ્રારા પાત્રતા ધરાવનાર ઉમેદવારોની
અરજીઓ તપાસીને TOR અને જાહેરાત મુજબ માન્ય કરવામાં આવેલ અરજીઓનું મેરીટ લીસ્ટ બનાવીને
લાયક ઉમેદવારોને નિમણુંક આપવામાં આવેલ. જે મેરીટ લીસ્ટ બનાવવામાં આવેલ છે તે મેરીટ લીસ્ટ એક
વર્ષ માટે માન્ય રહેશે. જે ઉમેદવારો હાજર નહિં રહે તેનાં સ્થાને મેરીટ લીસ્ટનાં આધારે લાયક ઉમેદવારોને
બોલાવી નિમણુંક આપવામાં આવશે.