સુરત ખાતે સ્ટેટ ટીટીમાં 13મા ક્રમના હેતે અપસેટ સર્જી ચોથા ક્રમના પૂજનને હરાવ્યો


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી) ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠાકર એ કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની મેચમાં હરાવ્યો હતો.
આ ટુર્નામેન્ટ છ સપ્ટેમ્બર સુધી ચાલશે. તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે.
13મા ક્રમના હેતે પહેલી ગેમ 16-18તી ગુમાવી હતી પરંતુ ત્યાંથી પુનરાગમન કરીને તેણે પૂજનને પાછળ ધકેલી દીધો હતો અને અંતે 16-18, 12-10,11-9,13-15,11-6 (3-2)થી મેચ જીતીને બોયઝ અંડર-19 કેટેગરીની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બોયઝ અંડર-19માં આઉટ થઈ ગયેલા અન્ય ક્રમાંકિત ખેલાડીમાં આઠમા ક્રમના તક્ષ કોઠારી (સુરત)નો સમાવેશ થતો હતો જે ભાવનગરના બિનક્રમાંકિત વેદાંત સુતરિયા સામે પરાસ્ત થયો હતો. મોખરાના ક્રમના અરાવલ્લીના જન્મેજય પટેલે જોકે અમદાવાદના માલવ પંચાલને 3-0થી હરાવીને આગેકૂચ કરી હતી.
દરમિયાન સ્થાનિક ખેલાડી દેવર્ષ વાઘેલા, ધિમહી કાબરાવાલા અને વિન્સી તન્નાએ પ્રથમ દિવસે તેમના મેઇન ડ્રોની મેચો જીતી લીધી હતી.
મેન્સ કેટેગરીમાં આઠમો ક્રમ ધરાવતા દેવર્ષે વંદન સુતરિયાને 3-0 હરાવીને આગેકૂચ કરી હતી તો સુરતના વંશ દરિયાની અને વડોદરાના વેદ પંચાલે પણ મેન્સ પ્રિક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ગર્લ્સ અંડર-17ના પ્રથમ રાઉન્ડની મેચમાં સુરતની ત્રીજા ક્રમની વિન્સી તન્નાએ તેના જ શહેરની ફોરમ ભાવસારને 3-0થી હરાવીને પ્રિક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેના અગાઉ સુરતની જ 16મા ક્રમની ધિમહી કાબરાવાલાએ અમદાવાદની નિત્યા ચોકસીને 3-0થી હરાવી હતી. પ્રિક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી અન્ય ખેલાડીમાં બીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ), ચોથા ક્રમની ચાર્મી ત્રિવેદી (ભાવનગર) અને અનાઇશા સંઘવી (કચ્છ)નો સમાવેશ થતો હતો.
કેટલાક પરિણામોઃ
મેન્સ પ્રથમ રાઉન્ડઃ દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-5, 11-4, 11-5; વંશ દારિયાની જીત્યા વિરુદ્ધ પાર્થ પંજાબી 13-11, 11-5, 11-3; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ પરમ પરમાર 13-11, 12-10, 11-5.
બોયઝ અંડર-19 પ્રથમ રાઉન્ડઃ હેત ઠાકર જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 16-18, 12-10, 11-9, 13-15, 11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-7, 11-9, 11-5; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 4-11, 11-4, 8-11, 11-7, 11-5.
ગર્લ્સ અંડર-17 પ્રથમ રાઉન્ડઃ ધિમહી કાબરાવાલા જીત્યા વિરુદ્ધ નિત્યા ચોકસી 11-9, 11-6, 11-4; અનાઇશા સંઘવી જીત્યા વિરુદ્ધ દિવ્યા પટેલ 11-5, 11-5, 9-11, 11-9; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ માન્યા મહેતા 11-5, 11-3, 11-3; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ ફોરમ ભાવસાર 11-4, 11-8, 11-7; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ શિવાંગી શર્મા 11-1, 11-1, 11-2.
બોયઝ અંડર-17 ક્વોલિફાઇંગ રાઉન્ડઃ જય મુંદાદા જીત્યા વિરુદ્ધ ક્રિશવ શાહ 4-11, 11-5, 12-10, 11-7; રિયાન શાહ જીત્યા વિરુદ્ધ લકી મિશ્રા 11-8, 11-6, 11-3; અનય બચાવત જીત્યા વિરુદ્ધ અખિલ આચ્છા 7-11, 11-06, 11-09, 11-09; વિવાન સિંઘ ઘારિયા જીત્યા વિરુદ્ધ પરમ પરમાર 5-11, 11-05, 11-09, 15-13; આરવ પટેલ જીત્યા વિરુદ્ધ પ્રશીન શાહ 11-5, 9-11, 11-4, 11-7; શનવીર ગિલ જીત્યા વિરુદ્ધ ક્રિશય ભટ્ટ 11-04, 07-11, 11-08, 06-11, 11-09; હેનિલ લાંગાલિયા જીત્યા વિરુદ્ધ હુસૈન ગોધરાવાલા 11-06, 11-09, 11-08.