ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ઇમ્તીયાઝ મામદ કુંભાર રહે. હીનાપાર્ક ભુજ વાળો હાલે ભાવેશ્વરનગર અંદર આવેલ નુરાની લોખંડવાળા નામના ગોડાઉન સામે પોતાના કબ્જાની મરુન કલરની એકટીવા વડે ઉભેલ છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ સાઉથ આફ્રીકા વર્સેસ ન્યુઝીલેન્ડની ત્રીજી અનઓફીશલ વનડે મેચ ક્રિકેટ ટુનામેન્ટમાં આ ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર પોતે તથા પોતાના મળતીયા માણસો મારફતે રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી માસ્ટર એકાઉન્ટ VEGASBOOKS.COM નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૯૮,૮૧૯/- ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમા લીધેલ તેમજ માસ્ટર એકાઉન્ટમાં બીજા ગ્રાહકો તરીકે (૧) 789ANS નરેશ જે આઇ.ડી. રફીકે આપાવેલ (2) 789BANT બન્ટી મહેતા (3) 789KIRA કીરણ ઠક્કર (૪) 789MND મહેન્દ્રભાઇ વાળા હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૨૭/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- પકડાયેલ ઇસમ :-
ઇમ્તીયાઝ મામદ કુંભાર ઉ.વ ૩૨ રહે. હીનાપાર્ક-૪ સુરલભીટ રોડ ભુજ (ક્રિકેટ સટ્ટો રમાડનાર)
- પકડવાના બાકી ઇસમો :-
નરેશ (આઇ.ડી. રફીક લોડીયા એ આપાવેલ)
- બન્ટી મહેતા
- કીરણ ઠક્કર
- મહેન્દ્રભાઇ
મુદામાલ :-
આઇ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૯૮.૮૧૯/- ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ
મોબાઇલ નંગ- ૦૧ કી.રૂ. ૫,૦૦૦/-
- એકટીવા રજી નંબર જીજે ૧૨ ઇ.એ. ૮૬૯૨ કિ.રૂા. ૩૦,૦૦૦/-