ગાંધીધામમાં એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

copy image

ગાંધીધામમાં કોઈ બાબતે એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામમાં 9બી ચોકડીએ કામ કરતા ફરિયાદીને આરોપીએ કહ્યું કે તારી પાસે રહેવા માટે રૂમ ના હોય તો મારા રૂમમાં રહેવા આવી જા, ફરિયાદી આરોપીના રૂમમાં જતા જ આરોપીઓએ મારા વિરોધી સાથે કેમ કામ કરે છે, તેમ કહી ઉશ્કેરાઇ જઈ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેથી ગંભીર ઈજાઓથી તે ઘાયલ થઇ ગયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.