શિક્ષક દિન નિમિતે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ અનુસંધાનમાં સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં આજે શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની જવાબદારી નિભાવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકોના રૂપમાં પોતાનું કૌશલ્ય અને જવાબદારી હોંશભેર બજાવેલ હતી. અંતિમ બે તાસમાં, શિક્ષક તરીકે કામગીરી બજાવનાર વિદ્યાર્થીઓ તથા શાળાના નવા જોડાયેલા શિક્ષકોના શિક્ષણ પ્રદાનના અનુભવ વિશે વિવિધ વર્ગખંડના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરેલ હતા.
ધો. ૧૨ ના વિદ્યાર્થી ચાડ હિરેને “આચાર્ય”ની ભૂમિકા રૂપે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબે સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળને અભિનંદન પાઠવી આશીર્વચન આપ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ધોરણ ૧૨ની વિદ્યાર્થીનીઓ પલ્લવી ગાગલ અને હેતલ ડાંગર દ્વારા કરાયું હતું, જ્યારે આભાર વિધિ ખતુબાઈ સોરાએ કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.