વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં લૂંટારૂ ત્રિપુટી મિટિંગ માટે ભેગી થયા તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રિપુટીને તમંચો અને જીવતા કારતૂસ સાથે પકડી લીધી હતી. કરાઇ બ્રાન્ચના પી.એસ.આઈ. એસ.એમ.સોની ગોરવા-જવાહરનગર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. દરમ્યાન તેઓને સુભાનપુરામાં ત્રણ લોકોએ વડોદરા શહેરમાં કોઈ સ્થળે લુંટ કરવાનો પ્લાન બનાવવા ભેગા થવાના હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી એક્ટિવા ઉપર આવી પહોંચેલા મોઈન હારુન રાઠોડ, સુનિલ ઉર્ફે બંટી જશુ રાઠોડ અને મનહરસિંહ રૂપસિંહ રાણાની અટક કરી હતી. તેઓની મોપેડની ડીકીમાં શોધ કરતાં તમંચો અને ૯ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ લૂંટ કરવા માટે દોઢ વર્ષ પહેલા સુનિલ ઉર્ફે બંટીએ રૂપિયા ૭૦૦૦માં તમંચો અને રૂપિયા ૯૦૦માં ૯ જીવતા કારતૂસ લીધા હોવાનું પૂછપરછમાં ખૂલ્યું હતું.