નડિયાદની આંગડિયા પેઢીમાં લૂંટ કરવા આવેલા બે ઇસમો પકડાયા

નડિયાદ ટાઉન પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી નાસતા ફરતા શખ્સો તેમજ મિલક્ત સંબંધી ગુન્હાઓને રોકવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદી બજારમાં આવેલ આંગડીયા પેઢીના ફરીયાદી બે શખ્સોને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નડિયાદ શહેરના નડિયાદ ટાઉન પોલીસ સ્ટાફના માણસો સઘન પેટ્રોલીંગમાં હતા. અમદાવાદી બજારના ટીમ્બા ફળીયા નજીકની આંગળીયા પેઢીના ફરીયાદીએ દીવાકરભાઇ જયંતિભાઇ મેદપરા, વિશાલકુમાર કિશોરભાઇ મેદપરા વિરુધ્ધ ફરીયાદ આપી હતી. અને બંને શખ્સો લોકો પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા. પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સો પર શંકા જતા પૂછપરછઅને અંગઝડતી કરતા વિશાલકુમાર પાસેથી રહેલો કાળો થેલામાં તલાશી કરતા દોરી, પકડ, ડીસમીસ,વ્હીલ પાનુ,તથા થેલામાં બે કાળા કલરના મોઢે બાંધવાના માસ્ક, બે બુકાનીઓ તથા એક નંબર પ્લેટ વાળી મોટર સાઇકલ તેમજ ખિસ્સામાંથી એક પર્સ જેમાં પાન કાર્ડ, અને મોટર સાઇકલની આર.સી બુક,આધારકાર્ડ,જેના અનુસંધાને પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી વધુ સઘન પૂછપરછ કરતા અગાઉ જૂનાગઢ આંગળીયા પેઢીની લુંટના ગુનામાં સંડોવાયેલા હોવાનુ જણાવ્યુ હતુ. અને મળી આવેલ મોટર સાયકલ વિશે પૂછપરછ કરતા નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં મુકેલ હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ આંગણીયા પેઢીના માણસો સાથે ઝપાઝપી કરી હતી તે સમયે એક હાથ બનાવટની પિસ્તોલ હતી તે દવાખાનાની પાછળ આવેલ ટોયલેટમાં નાખી દેવામાં આવી હતી.જ્યારે દીવાકર મેદપરા પાસેથી કોઇ શંકાશીલ વસ્તુ મળી આવેલ ન હતી. નડિયાદ ટાઉન પોલીસે આંગડીયા લુંટ જેવા ગુનામાં સંડોવાયેલા અને લુંટ કરે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *