ઘણેટી ગામમાં જુગાર રમતા શકુનીઓને પકડી લેતી પધ્ધર પોલીસ

ભુજ તાલુકાના ઘણેટી ગામમાં શકુનીઓને પકડી લેતી પધ્ધર પોલીસ. પોલીસ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગના માર્ગદર્શન અને સુચનાથી પધ્ધર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એસ. જે.રાણા સાથે સ્ટાફના કર્મીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે બાતમી મળી હતી કે. ધાણેટી ગામનાં તળાવ કાંઠે વડના જાળ નીચે કેટલાક લોકો જાહેરમા જુગાર રમી રહ્યાં છે. તાત્કાલીક એ જગ્યાએ દરોડો કરતા ગોળ કુંડાળુ વળી ધાણીપાસાથી જુગાર રમી રહ્યાં હતાં જેમાં વાલજી ગોવિંદભાઇ બાલાસરા રહે. ધાણેટી, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા રહે.ધાણેટી, અણદા જીવાભાઇ બાલાસરા રહે, ધાણેટી, દેવા ત્રીકમ કારાભાઇ માતા રહે.ધાણેટી, વાલજી દામજી મઢવી રહે, ધાણેટી આ શંકુનીઓને રોકડા રૂ.૬૧,૮૫૦ તથા મોબાઇલ નંગ.૫ કિંમત રૂ.૩,૫૦૦ મળી કુલ રૂ.૬૫,૩૫૦ નાં મુદ્દામાલ સાથે પકડી લીધાં હતાં. આ શંકુનીઓની બધા શંકુનીઓની અટકાયત કરી તેમના વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમા પધ્ધર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જચંતિભાઇ માજીરાણા, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા. મનસુખ ચાવડા, દિવ્યરાજસિંહ જાડેજા, ક્રુષ્ણસિંહ ઝાલા,મેહુલ ગઢવી, ભાવેશ પરમાર જોડાયાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *