Skip to content
કોટડાસાંગાણી પોલીસે તાલુકાના રામોદ ગામે ભૂપત પરસોતમ ઉકાણીની વાડીમાં જુગારધામ પર દરોડો કરી 19 પત્તાપ્રેમીઓને દોઢ લાખથી વધુની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભીમ અગિયારસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જેના કારણે જુગારની પણ જબરી સીઝન નીકળી હોઈ તેમ જુગારીઓ માજા મુકીને જુગારના હટડાઓ શરૂ કર્યા છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે ભૂપત પરસોતમ ઉકાણીની વાડીમાં રાત્રીના અરસામાં રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા તથા ગોડલ ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન મુજબ મળેલી બાતમીના આધારે પીએસઆઈ કે.બી. સાંખલા તેમજ સ્ટાફના એ.એમ. રાઠોડ, એસ.પી. જાડેજા, એચ.આઈ. જાડેજા, ડી.પી. જાડેજા સહિતનાઓએ દરોડો કરી જુગાર રમતા ભાવેશ શંભુ શેખડા, ભૂપત પરસોતમ ઉકાણી, પ્રિયક મગન ઉગાણી, પરેશ ભીમજી ટિલારા, દિલીપ ભગવાનજી ઉકાણી, ધવલ રમેશ ગજેરા, પ્રતીક રમેશ ઠુંમર, જયેશ પ્રવીણ શેખડા, વિપુલ વાલજી ટિલાળા, વિજય વિરજી શેખડા, રવિ ગિરીશ શેખડા, અંકુર જીતેન્દ્ર શેખડા, મહેશજીવરાજ ઉકાણી, મિલન કિશોર શેખડા, ભાવેશ વંભ ઉકાણી, દિનેશ શંભુ શેખડા, જયેશ દેવશી પડારિયા, રમેશ રણછોડ તોગડિયા, કિશોર હરી ઉકાણી (રહે.બધ રામોદ, જાતે પટેલ)ને તીનપતીનો હારજીતનો જુગાર રમતા પોલીસે 55,130 રોકડા તેમજ 15 મોબાઈલ કિંમત રૂ.18,500 તેમજ મોટરસાઈકલ 6 કિંમત રૂ.79,000 મળી કુલ રૂ.15,2630ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.