શામળાજી પોલીસે વિદેશી શરાબ સહિત રૂ.૪.૪૪ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો : ત્રણ શખ્સ સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે રતનપુર-શામળાજી રસ્તા ઉપર નાકાબંધી દરમ્યાન વિદેશી શરાબ સહિત રૂ.૪,૪૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી લીધો હતો. પ્રોહીબિશનના ગુનામાં ત્રણ સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલની મળેલ સુચના મુજબ તેમજ ફાલ્ગુની. આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા તથા એમ.આર .સંગાડા સર્કલ પો.ઇન્સ ભીલોડા સર્કલ ભીલોડાના માર્ગદર્શન મુજબ રાજસ્થાન રાજયમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજયમાં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરવામાં આવી હતી. જે અનુસંધાને કે.વાય. વ્યાસ પો.સ.ઇ શામળાજીનાઓની બાતમી આધારે શામળાજી પોલીસ સ્ટાફના માણસો અણસોલ ગામની સીમમાં વીછીવાડા થી શામળાજી તરફ આવતા રસ્તા ઉપર આ કામ ઇસમો દિલીપ હાંજાભાઇ મીણા તથા વોન્ટેડ સુમીત જેનું પુરૂ નામ સરનામું મળેલ નથી (દારૂ ભરી આપનાર ) તથા વોન્ટેડ વિશાલ જેનું પુરૂ નામ સરનામું મળેલ નથી (દારૂ મંગાવનાર) નાઓએ એકબીજાની મદદગારી કરી કાવતરૂ રચી પોતાના કબજાની ફોર્ડ ઇકોસ્પોર્ટની ગાડીના પાછળના ભાગે ગુપ્ત ખાના બનાવી તથા ગાડીની પાછળના ભાગે સ્પેર વ્હીલ લગાવવાના ખોખોને કાપી તેમાં ગુપ્તખાનું બનાવી તેમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે વિદેશી બનાવટની અંગ્રેજી દારૂની છુટી બોટલોનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો હતો. આ જથ્થામાં વિદેશી દારૂની બોટલો નંગ ૧૪૪ કિંમત રૂ.૪૩,૨૦૦ તથા ફોર્ડ ઇકોસ્પોર્ટ કિંમત રૂ.૪,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂ.૧,૦૦૦ નો મળી કુલ કિંમત રૂ.૪,૪૪,૨૦૦ ના મુદ્દામાલ જપ્ત કરીને તેની સાથે ઈસમ દિલીપ હાંજાભાઇ મીણાને જેલ હવાલે કર્યો હતો. જ્યારે અન્ય બે મળી કુલ ત્રણ ઇસમો સામે ગુનો નોંધી શામળાજી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *