5 સપ્ટેમ્બર 2025 ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો


આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 04 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, સી.આર.સી., બી.આર.સી. શિક્ષકમિત્રો સન્માનવામાં આવ્યા હતા.
તદુપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરીટ પ્રાપ્ત કચ્છ જિલ્લાના 15 જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહેમાનોના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રગતિબેન મહેતા દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી. ત્યારબાદ સર્વે મહેમાનોને શાબ્દિક આવકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી બી.એમ. વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવાંજલિ આપી શિક્ષક દિનની ઉજવણી તેમજ શિક્ષકની ગરિમા કઈ રીતે સાચુક્લામાં અર્થમાં સાર્થક થઈ શકે તે સમજાવી, ‘એક પેડ માકે નામ’ અને ‘વાંચે ગુજરાત’ જેવા પ્રકલ્પોને યાદ કરીને આમંત્રિત મહેમાનોનું પ્રતિકરૂપે ‘છોડ’, ‘પુસ્તક ‘તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત ખાદીના ‘રૂમાલ’ દ્વારા તમામ મહેમાનને સન્માનવામા આવ્યા હતા.
ત્યારબાદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કુદરતી આપત્તિઓના સમયે ઉચ્ચ રકમનું ફંડ ભેગું કરી, રક્તદાન કેમ્પ યોજી નવરાત્રીમાં પદયાત્રીકો માટે
સેવા કેમ્પ યોજી શિક્ષકની સમાજ પ્રત્યે ની સામાજિક ભાગીદારીનું ઉત્તરદાયિત્વ સમજાવ્યું હતું. તદુપરાંત તેમણે વર્ષ 2024-25 માં રાજ્યમાં ટોપર્સ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વર્ષ 2024-25 ના વર્ષનું બોર્ડ પરિણામનું એનાલિસિસ કરી કચ્છની તમામ શાળાઓ ગુણવત્તાયુક્ત ભૌતિક સુવિધાઓથી સંપન્ન બને, તથા રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ તેમજ અદ્યતન લેબ.ની સગવડ શિક્ષણને મળી રહી છે ત્યારે શૈક્ષણિક તથા માનવ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા કચ્છ જિલ્લો દર વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં મોખરા નું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
તદુપરાંત તેમણે રાજ્ય સરકારની શિક્ષણમાં નવી પહેલ એવી નમો સરસ્વતી અને નમો લક્ષ્મી જેવી શૈક્ષણિક આર્થિક સહાયથી કચ્છ જિલ્લાનો કોઈપણ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટે ખાસ અપીલ કરી હતી.
ગતવર્ષે 730 જેટલા બોર્ડમાં શ્રેષ્ઠ રીઝલ્ટ પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં 220 જેટલી સરકારી તેમજ બિનસરકારી શાળાઓ કે જેમણે 100% રિઝલ્ટ મેળવ્યું છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ 5000 થી વધુ વિદ્યાર્થીઓ 2025 ના વર્ષ ખાનગી શાળાઓમાંથી સરકારી /બિનસરકારી શાળામાં પરત ફર્યા હતા.
આ પ્રસંગે વિરમભાઈ ગઢવી ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ દ્વારા પણ એક સંદેશ આપવામાં આવ્યો કે કચ્છ એક દુર્ગમ – કઠિન વિસ્તાર હોવા છતાં પણ શિક્ષણનું કાર્ય અઘરું છે, છતાં પણ આ હરીફાઈના યુગમાં પ્રાઇવેટ કરતાં સરકારી શાળાઓ શ્રેષ્ઠ પરિણામ આપી તેમની નૈતિકતા અને શિક્ષણ કાર્ય પ્રત્યેની નિષ્ઠા તેમજ માવિત્રોની ચિંતા આ શિક્ષકો કરે છે ત્યારે શિક્ષણ દિન ની ખુબ શુભકામનાઓ પાઠવી હતી અને કચ્છ આંતરિક જિલ્લો હોતા શિક્ષકની ઘટ અવારનવાર ઉદ્ભવતો પ્રશ્ન છે ત્યારે સારસ્વતો થી સંગઠન સુધી ની મહેનત કરી અને કચ્છ જિલ્લાની સ્થાનિક ભરતી આવી ,જેથી આ સમસ્યાનો ઉકેલ કાયમી મળી રહે.
માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ એ શ્રેષ્ઠ શિક્ષકોને શુભેચ્છા આપી અને આવનારો ભવિષ્ય અપાર તકો અને શક્તિઓ ની સંભાવનાઓથી યુક્ત છે એ
માટે શિક્ષકનું કાર્ય માત્ર હીરા ઘસવાનું નહીં પરંતુ હીરાઓની ઓળખ કરવાનો પણ છે એમ કહી અને શિક્ષકનું મહત્વ એ માત્ર શિક્ષણથી નહીં પરંતુ સંસ્કાર રુપી ઘડતર
એ પાયા રૂપી ચણતર સમાન છે . જે એક શિક્ષકનું રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ બને છે ત્યારે તેમણે સ્વતંત્ર ભારતથી આત્મનિર્ભર ભારત સુધીની સંકલ્પનાઓ સિદ્ધ થાય અને બાળકોનું સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારશ્રીના જુદા જુદા પ્રકલ્પોને યાદ કર્યા અને 2047 સુધીનું ભારતનું વિઝન પણ આપી અને શિક્ષકોને નવ ઉર્જાવાન બનાવ્યા.
આ પ્રસંગે અંજાર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ એ સૌ પ્રથમ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણજીને યાદ કરીને કચ્છ જિલ્લાને જિલ્લા તરીકે નહીં પરંતુ ગમે તેવી કુદરતી આપત્તિઓના સામે અડીખમ ઉભો રહી અને
સમગ્ર જિલ્લાનું સંખ્યાત્મક,પરિમાણાત્મક તથા ગુણાત્મક પરિવર્તનની દિશા અને દોર યાદ કયૉ.
અને તેમણે સાચા અર્થમાં આચાર્ય ગુરુ ચાણક્યને પણ યાદ કર્યા ,તેમ જ ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ અને વિદ્યાપીઠોને પણ યાદ કર્યા જેથી શિક્ષક સમાજ ની જવાબદારી માત્ર શિક્ષણની નહીં પરંતુ માનવ ધનના મૂલ્યોનું જતન કરવાની પણ છે એવું કહી અને ઇતિહાસ પરિવર્તનશીલ છે બદલે છે અને બદલાવ જરૂરી છે એમ કહી અને ગુજરાત રાજ્ય સરકારના જુદા જુદા શિક્ષણના પ્રકલ્પો ને યાદ કરી અને શિક્ષણની જવાબદારી એ માત્ર અક્ષર જ્ઞાનની નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસની છે અને એ જવાબદારી આ પ્રબુદ્ધ શિક્ષક સમાજની છે એવી નેમ સાથે તેમણે શુભેચ્છાઓ આપી.
ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી એ પણ જેટલું સ્થાન માતા-પિતાનું ઉચ્ચ છે તેટલું જ જીવન ઘડતરમાં ઉચ્ચ સ્થાન અને અનેરૂ સ્થાન એક શિક્ષકનું છે એમ જણાવી સમસ્ત શિક્ષક સમાજને શુભેચ્છાઓ આપી .
આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક સન્માન મેળવતા શ્રી રજનીકાંત મકવાણા તેમજ મુકેશ સચદે એ પણ એક શિક્ષકની સંવેદનાનો સૂર અને પ્રેરણા સ્ત્રોત્ર વિદ્યાર્થીઓ અને યોગ હોવાનો ભાવ જણાવી
અટલ નગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પણ 11,500 નું ફંડ આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ પણ આજના દિવસના ખરા અર્થમાં ભાવ વ્યક્ત કર્યો.
કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા એ મનનીય વક્તવ્ય આપતાં કહ્યું હતું કે સૌ શિક્ષકો શ્રેષ્ઠ છે અને દરેક શિક્ષક રાષ્ટ્રના હિત માટે નવ રાષ્ટ્રનું નિર્માણ કરે.. કારણ કે શિક્ષક એ પાયાની જવાબદારી છે . શિક્ષક એ માત્ર શિક્ષણનું ઘડતર નહીં પરંતુ સંસ્કાર સિંચન અને સંસ્કૃતિનું જતન કરવાની જવાબદારી છે. માત્ર ધનથી કે શિક્ષણથી સંસ્કૃતિ નહીં રહે તે માટે સંસ્કાર સિંચન પણ કરવું પડશે, આવનારા ભારત માટે જો બાળક ને તન, મન અને યોગથી સંતુલિત કરવું પડશે ..તો જ રાષ્ટ્ર નવ નિર્માણની પ્રકલ્પનાઓ સિદ્ધ થઈ શકશે .
કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લા અને હનીબેન રાઠોડ એ કર્યું હતું. તો કાર્યક્રમની આભાર વિધિ વર્ગ ૨ આચાર્ય શ્રી પી. જી .ઝાલા એ કરેલી. કાર્યક્રમમાં શિક્ષણ સંગઠનનાના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વર્ગ 2 આચાર્યો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને જિલ્લા શિક્ષણ ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી.