માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે. બી જાદવ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજદીપસિંહ ગોહિલનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, નાગલપર ગામના બસ સ્ટેશન પાસે આવેલ સ્કુલની બાજુમાં આવેલ વડલાના ઓટા ઉપર અમુક માણસો ભેગા મળી ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે તેમની આ પ્રવૃત્તિ ચાલુમાં છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
: આરોપીઓ :-
- રામજી ઉર્ફે ધર્મેન્દ્ર રમેશભાઈ મહેશ્વરી ઉ.વ.૨૭ રહે. નાગલપર તા.માંડવી
- અક્ષય પ્રવીણભાઇ માકાણી ઉ.વ.૨૭ રહે. નાગલપર તા. માંડવી
- હસન ફકીરમામદ સુમરા ઉ.વ.૩૭ રહે. નાગલપર તા માંડવી
- શબીર ઉર્ફે અભુડો અભુભખર મણીયાર રહે. માંડવી(નાશી જનાર)
: કબ્જે કરેલ મદામાલ
- રોકડા રૂપીયા – ૧૪,૩૦૦/-
- ધાણીપાસા નંગ-૦૨, કી.રૂ.૦૦/-
- મોબાઈલ ફોન નંગ- ૦૨, કી.રૂ. ૧૦,૦00/-
એમ કુલ્લે કી.રૂ. ૨૪.૩૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો તથા નાશી જનાર ઇસમ વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૩૯૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.