ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું


સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા એથિક્સ ફિંટેક પ્રાઇવેટ લીમીટેડ સાથે મળીને” ફિનટેક અને બેંકિંગ સિનર્જી” વિષય પર આજે કૉંફરેન્સનું આયોજન કરવામાંઆવ્યું છે. આ કાર્યક્રમમાં સીડબી, ભારત સરકારના પ્રતિનિધિઓ, FGSCDA ના પ્રમુખ અને પદાધિકારીઓ, ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, એથિક્સ ફિંટેક પ્રાઇવેટ લીમોટેડ નાCFO તેમજ દવા ક્ષેત્રના અન્ય વહેપારીઓ અને અનેક ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો.
જસવંત પટેલે જણાવ્યું કે જે રીતે કોર્પોરેટ જગત ભારતમાં વેપાર કરવા માટે આતુર છે તેમાં નાનામાં નાનો વેપારી પોતાના કેપીટલ દ્વારા કોઈ કોમ્પિટિશનમાં ટકી રહે તે માટે એક ફેડરેશન દ્વારા સિડબી સાથે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેમિસ્ટોને આવનારા દિવસોમાં જે સ્પર્ધાઓ છે તેને ધ્યાનમાં રાખી સિડબી (sidbi) નાના ઉદ્યોગોને જે ઓછા વ્યાજે લોન આપે છે જે જીએસટીના આધારે આપતા હોઈએ છે. હાલમાં દવાઓની અંદર GST 5 % થયું છે અને ફોરેનથી લોકો અહીંયા ધંધો કરવા આવી રહ્યા છે ત્યારે એક નાનો વેપારી પોતાના ધંધાને વધુમાં વધુ મજબૂત રીતે આગળ વધારી શકે તેના માટે સિડબી શું છે ? તેની પુરેપુરી માહિતી આપવામાં આવી.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.