અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદને કારણે રિવરફન્ટ ડૂબ્યું


અમદાવાદ સુભાષ બ્રિજ પાસે નદીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે.
અમદાવાદના રિવરફરન્ટ ફરી પાણીમાં ગળાડૂબ બન્યું છે, ત્યારે રિવરફ્રન્ટ ખાતે આવતા લોકો માટે પાણીનો વધતો પ્રવાહ જોખમી બની શકે છે, જેને લઇ તંત્ર એલર્ટ બન્યું છે. રિવરફ્રન્ટ પર હાજર સુરક્ષા જવાનોએ સતત એનાઉન્સમેન્ટ કરી લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ 2017માં 1 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાયું હતું, તેથી વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું. ધરોઈ ડેમમાંથી 35,361, સંત સરોવરમાંથી 1,20,957 ક્યુસેક પાણી નદીમાં છોડતા રિવરફ્રન્ટનો વોક વે સિઝનમાં ત્રીજી વાર ડૂબી ગયો હતો. હાલ તંત્રે વ્હાઈટ સિગ્નલ જાહેર કરી માતર, ખેડા, ખંભાતના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે શહેરના પાલડી, જૂના વાડજ, નવા વાડજ, ગ્યાસપુર, એલિસબ્રિજ વિસ્તારો તથા ગ્રામ્યના નદી કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી. અગાઉ 2017માં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું હતું.
સુભાષ બ્રિજ પાસે નદીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે. તેથી હાલ વ્હાઈટ સિગ્નલ, સ્થિતિ કથળે તો બ્લૂ અને ત્યાર પછી રેડ સિગ્નલ જાહેર થઈ શકેશે.
- હાલ વાસણા બેરેજના ગેટ નંબર 3થી 29ને ફ્રી ફ્લો તરીકે ખોલી વ્હાઈટ સિગ્નલ જાહેર કરાયું છે. જો નદીમાં સ્થિતિ વધુ કથળે તો બ્લૂ અને રેડ સિગ્નલ જાહેર કરાશે.
- વ્હાઈટ સિગ્નલ એટલે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ એલર્ટ રહેવું.
બ્લૂ સિગ્નલ એટલે કે લોકોએ જગ્યા ખાલી કરવાની તૈયારી રાખવી જોઈએ.
રેડ સિગ્નલ જાહેર કરવામાં આવે તો લોકોએ તરત જ જગ્યા ખાલી કરવાની હોય છે.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.