વાંસદા-ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢાઢરા ગામે રહેતા લક્ષુભાઇ સોનુભાઇ કાકડ (ઉં.વ.૪૨) સવારના અરસામાં તેમના ભાઇની સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૧૫ બીએચ ૫૯૯૫ લઇ તેમના પીતરાઇ ભાઇ મહેન્દ્રભાઇ રામુભાઇ કાકડ સાથે તેમના પુત્રને મળવા ધરમપુર ખાતે દવાખાને મળવા જઇ રહ્યા હતા. તે દરમિયાન તેઓ વાંસદા વઘઇ રસ્તા પર આવેલ નાની વઘઇ ગામની હદમાં વીસગુલીયાની બારી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટવેરા નંબર જીજે ૧૮ બીઇ ૧૩૮૦ ના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને બાઇકસવારોને ગંભીર ઇજાઓ કરી હતી અને લક્ષુભાઇનું સ્થળ પર કમકમાટીભર્યુ મૃત્યુ નીપજયું હતું. જયારે મહેન્દ્રભાઇ કાકડને ૧૦૮ એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટવેરા ગાડી વીજપોલ સાથે અથડાઇ હતી. આ બનાવ અંગે વાંસદા પોલીસ સ્ટેશને મરનાર લક્ષુભાઇ કાકડના સાળા લક્ષ્મણભાઇ મલુભાઇ ભગરે ફરિયાદ લખાવી હતી.