જૂનાગઢમાં બે અવાવરૂ સ્થળેથી 314 બોટલ વિદેશી દારૂ મળ્યો

જૂનાગઢના ગ્રોફેડ પાસેથી પોલીસે અવાવરૂ મકાનમાં રાખેલો 90,000નો વિદેશી દારૂ પકડી લીધો હતો. સી-ડીવીઝન પોલીસે રાજીવનગર ગ્રોફેડ નજીક મોડીરાત્રિના અરસામાં રેડ કરી નગા સરમણ રબારી, હર્ષદ ઉર્ફે હિમાંશુ ધીરૂભાઈ વાણંદ અવાવરૂ મકાનમાં રાખેલો 110 બોટલ કિંમત રૂ.90,110 ની મતા સાથે દારૂ પકડી લઈ નાસી ગયેલા બુટલેગરને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ઝાંઝરડા રસ્તા પર અવાવરૂ જગ્યામાંથી તાલુકા પોલીસે રેડ પાડી પાંજરાપોળ પાછળ આવેલી વોકળાની પડતર જગ્યામાં તાલુકા પોલીસે રેડ પાડી 17 પેટી અને 204 બોટલનો 61,204નો વિદેશી દારૂ કપાસની સાંઠી સાથે મળી આવ્યો હતો. આ દારૂ ચોબારીવાળા મકસુદ કાસમ હાલા ગામેતીનો હોવાનું ખુલતા તાલુકા પોલીસે તેને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *