ગાંધીધામના કિડાણા ગામના તડીપાર કરાયેલ પિતા-પુત્ર પરત કચ્છમાં ફરતા કરાઈ ધરપકડ


ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામના ઇસ્માઇલ ઉર્ફે ઇસુડો ઇસ્માઇલ ચાવડા તથા તેના પુત્ર કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડાના તડીપાર કરવામાં આવેલ હતા જે પરવાનગી વગર પરત કચ્છમાં આવતા બંનેણીએ ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, એક માસ પૂર્વે આ બને બાપ-બેટા ને તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. છતાં કોઈ પણ પ્રકારની પરવાનગી વગર તેઓ ફરી પરત પ્રવેશ કરતાં તેમણે પકડી લઈ તેમના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.