ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનનું સંચાલન જોધપુરને બદલે હવે ભગત કી કોઠીથી કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ – ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 23.55 કલાક ને બદલે (2.15 કલાક પહેલા) 21.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.15 કલાકે ભગત કી કોઠી પહોંચશે.આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન પ્રસ્થાનનો સમય સામાંખ્યાલી 22.26/22.28 વાગ્યે, રાધનપુર 00.01/00.03 વાગ્યે, ભાભર 00.20/00.22 વાગ્યે અને ભીલડી 01.20/01.25 વાગ્યે રહેશે.
• ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી – ગાંધીધામ એક્સપ્રેસ ભગત કી કોઠીથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.30 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનનો સમય ભીલડી 04.20/04.25 વાગ્યે, ભાભર 05.00/05.02 વાગ્યે, રાધનપુર 05.18/05.20 વાગ્યે અને સામાખ્યાલી 07.20/07.22 વાગ્યાનો રહેશે.

આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.