ગુણીયાસર થી વાંઢ જતા રસ્તા પર જતા આવેલ સીમ વિસ્તારમાંથી ખનીજ(બોક્સાઈટ) ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કોડાય પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ. જે સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગનાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ.

જે અન્વયે બી.પી.ખરાડી, પોલીસ ઇન્સપેકટર, કોડાય પોલીસ સ્ટેશનનાઓની રાહબરી હેઠળ કોડાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર બી.પી.ખરાડી સાહેબ નાઓને બાતમી હકિકત મળેલ કે, * ગુણીયાસર થી વાંઢ જતા રસ્તા પર જતા આવેલ સીમ વિસ્તારમાંથી ગે.કા.રીતે ખનીજ(બોક્સાઈટ) ચોરી થઈ રહેલ છે* તેવી સચોટ અને ભરોષાપાત્ર બાતમી હકીકત મળેલ હોય જે બાતમી અન્વયે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઇ પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ આગળની કાર્યવાહી સારૂ સ્થળ ઉપરજ ખનીજ વિભાગ ભુજનાઓને બોલાવી સ્થળ ઉપરજ જણાવેલ મુદામાલ કારયદેશરની કાર્યવાહી કરવા સોપેલ છે.

મુદ્દામાલની વિગત

(૧) એક્ષકેવેટર મશીન મોડલ નબર એક્ષ.ઇ.૨૧૦.આઇ.

(૨) પ્લેટફોમ રજી.નં.જી.જે.૧૨.એ.યુ.૯૪૬૬

(૩) ખનીજ(બોક્સાઈટ) ભરેલ ટ્રક રજી.નં-જી.જે.૩૯.એ.ઓ.૦૩ ૮૦

(૪) ટ્રક રજી.નં-જી.જે.૩૯.ટી.યુ.૦૪૨૫

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.પી.ખરાડી સાહેબની સુચનાથી કોડાય પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.