ઇન્સ્ટાગ્રામ પર આઇ.ડી. બનાવી તેમાં ભારતીય ચલણની ૫૦૦/- તથા ૧૦૦/- ની નોટના ગડીઓનો વીડીયો બનાવી લોકોને છેતરવાના ઈરાદેથી ઇન્સ્ટાગ્રામ પર મૂકનાર શખ્સની કરાઈ ધરપકડ


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ- અલગ નામની આઈ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે. ઇરફાનશા કાદરશા સૈયદ રહે. શિરવા તા.માડવી વાળાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર ભારતીય ચલણી રૂ.૫૦૦ તથા ૧૦૦ ના દરની નોટોનો વિડિયો મુકેલ છે અને હાલે તે પોતાના ઘર પાસે એક બ્લુ કલરની નંબર વગરની મોપેડ ઉપર બેસેલ છે અને લોકો સાથે કોન્ટેક્ટ કરીને છેતરપીડી કરવાની કોશિશ ચાલુમાં હોય જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં saiyad_irfan_sha_047_a નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચાલુ હોય અને સ્ટોરીમાં ભારતીય ચલણી રૂ.૫૦૦ તથા ૧૦૦ ના દરની નોટોનો વિડિયો મુકેલ અને વોટસએપ ચેક કરતા અલગ -અલગ મોબાઇલ નંબર ઉપર ભારતીય ચલણી નોટોના વિડિયો છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે મેસેજ બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામમાં અને વોટસએપમાં અન્ય લોકો સાથે ભારતીય ચલણની રૂપીયા ૫૦૦/- તથા ૧૦૦/-ની નોટની ગડીઓના ફોટા સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ. તેમજ મજકુર ઇસમના કબ્જાની ટૂ વ્હિલરની ડિકી માંથી ભારતીય ચલણી ૩:૫૦૦ ના દરની નોટોની ગડી મળી આવેલ જે ગણી જોતા રૂપિયા ૧,૦૦,૦૦૦/- હોય જે બાબતે મજકુર ઇસમની 11:41 am
પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી કે સુંદર નાણા ના કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહી તેમજ મજકુર ઇસમના ઘરેથી ભારતીય ચલણી રૂ.૧૦૦ ના દરની નોટાના બંડલ નંગ -૬ મળી આવેલ તથા ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ સોનાના બિસ્કિટ જેવા લાગતા કુલ નંગ- ૪ મળી આવેલ જે અંગે મજકુર ઇસમની યુકતિ-પ્રયુકિત થી પુછપરછ કરતા જણાવેલ કે, આ સોનાના બિસ્કિટ જેવા લાગતા સોનાના નકલી બીસ્કિટ છે અને આ સોનાના નકલી બિસ્કિટ પોતે તેના પિતા કાદરશા લતીફશા સૈયદને અબ્દુલ કાદર રમઝાન સોઢા રહે. રહીમનગર ભુજ વાળા પાસેથી લીધેલ હોવાની હકિકત જણાવેલ. અને નકલી સોનાના બિસ્કિટ અંગે પુછતા પોતે તથા તેના પિતા લોકો સાથે સસ્તા સોનાના નામે છેતરપીડીના ઇરાદે રાખેલ હોવાની હકિકત જણાવેલ.
જેથી મજકુર ઇસમ ઇરફાનશા ઉર્ફે અમીનશા કાદરશા સૈયદ ઉ.વ.૨૦ રહે. ગામ શિરવા, જમાતખાના પાસે તા.માંડવીવાળો saiyad_irfan_sha_047_a નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર ભારતીય ચલણી નોટની ગડીઓના ફોટાઓ સ્ટોરીમાં મુકી લોકો સાથે સંપર્ક કેળવીને લલચાવીને છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય તેમજ ઇરફાનશા કાદરશા સૈયદ તથા કાદરશા લતીફશા સૈયદએ ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ- ૪ જે અબ્દુલ કાદર રમઝાન સોઢા રહે. રહીમનગર ભુજ પાસેથી મેળવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ જેથી મજકુર ત્રણેય ઇસમો વિરૂધ્ધમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૩૯૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨),૬૨,૫૪ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીઓ
- ઇરફાનશા ઉર્ફે અમીનશા કાદરશા સૈયદ ઉ.વ.૨૦ રહે. ગામ શિરવા, જમાતખાના પાસે
તા.માંડવી
કાદરશા લતીફશા સૈયદ રહે. ગામ શિરવા, જમાતખાના પાસે તા.માંડવી
- અબ્દુલકાદર રમઝાન સોઢા રહે. રહીમનગર, ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડા રૂ. ૧.૬૦,000/-
- ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ- ૪ કિં.રૂ. ૦૦/00
- મોબાઇલ ફોન નંગ – ૦૧ કિં.રૂ. ૫,૦00/-
- હીરો કંપની ડેસ્ટીની પ્રાઇમ ટૂ વ્હિલર વાહન કિં.રૂ. ૫૦,૦૦૦/-