અમદાવાદ ભાગ્યલક્ષ્મી પાર્ક ઇસનપુરમાં રહેતાં ત્રિલોકચંદ્ર ગજ્જરે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાસ લખાવી છે કે તેમના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોનાનું મંગળ સુત્ર જેની કિંમત 20,000, સોનાનું પેડલ જેની કિંમત 30,000 અને સોનાથી મઢેલા કડા નં બે જેની કિંમત 20,000 અને બે નંગ ઘડિયાળ જેની કિંમત 2,000 અને રોકડ 16,000 મળી કુલ 88,000 મતાની તસ્કરી કરી લઈ ગયા છે. આ ફરિયાદનાં આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.