જિલ્લા ભાજપ સેવા પખવાડિયા થી કરશે મોદીજી ના જન્મદિવસ ની ઉજવણી


17 સપ્ટેમ્બર એટલે આપણા લોક લાડીલા વડા પ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદી નું જન્મદિવસ.સમગ્ર દેશ સાથે દુનિયા માંથી પણ જયારે આપણા વડા પ્રધાન શ્રીને શુભેચ્છાઓનો વરસાદ વરસે ત્યારે એ આપણા માટે ગૌરવ ની ક્ષણ કેવાય.
જેમણે સેવા પરમો ધર્મ ના સિદ્ધાંત ને પરિપૂર્ણ કરી ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કર્યો કરી રહ્યા છે અને એમના કાર્યો અને વ્યક્તિત્વ અદ્વિત્ય છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ માન શ્રી જે પી નડ્ડા જી ની સૂચના મુજબ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ના નેતૃત્વ માં અને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની માં જિલ્લા ભાજપ દવારા એક પખવાડિયા સુધી સેવા કાર્યો દવારા માન. વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવશે.
આગામી તા.17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સમગ્ર જિલ્લા માં તમામ મંડળો માં વિવિધ પ્રકારના સેવાકીય તેમજ સામાજીક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. તે અંગે એક અગત્યની કાર્યશાળા નું કચ્છ કમલમ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળા અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સૌ કાર્યકર્તાઓને મોદી જી ના જન્મદિવસ ની પખવાડિયા સુધી આયોજનબદ્ધ રીતે સેવાકીય અને સામાજીક કાર્યક્રમો યોજી વધુ ને વધુ લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું અને આ રીતે મોદીજીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય ની શુભેચ્છા આપી તેઓના વ્યક્તિત્વ માંથી પ્રેરણાલેવા જણાવ્યું હતું.
ક્ચ્છ ભાજપના સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા એ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ,રક્તદાન શિબિર,આરોગ્ય શિબિર,દિવ્યાંગો નું અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન,પ્રબુધ વર્ગ સંમેલન, પ્રદર્શની, મેરેથોન, પં. દીનદયાલ ઉપાધ્યાય જન્મ જયંતિ નિમિતે સંગોષ્ઠિ કાર્યક્રમ, લોકલ ફોર વોકલ અંતર્ગત મેળા નું આયોજન, મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ, વિજય દશમી નિમિતે સ્વચ્છતા અભિયાન ખાદી ખરીદી, શ્રેષ્ઠ શિક્ષકો, સફાઈ કામદારો, રમતવીરો સહીત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન જેવા વિવિધ કાર્યક્રમો કરી સાચા અર્થ માં મોદી જી ને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપવા જણાવ્યું હતું.
ક્ચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આપણા ક્ચ્છના પનોતા પુત્ર છે અને તેમણે જયારે કચ્છ માટે વિશેષ ચિન્તા હોય ત્યારે આપણી બધા ની ફરજ બને છે કે તેમના જન્મદિવસે વિશિષ્ટ કાર્યક્રમો કરી તેમના મનગમતા સદકાર્યો કરી, સેવા કાર્યો કરી તેમને જન્મદિવસ ની શુભેચ્છા ઓ પાઠવવી જોઈએ. તેમણે વિશેષ માં જણાવ્યું હતું કે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત
બનાવવા, ભારતને આત્મનિર્ભર બનાવવા, ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરવા, સમાજના તમામ વર્ગો સુધી સામાજીક ન્યાય સુનિશ્ચિત કરવા ‘વોકલ ફોર લોકલ’ ના મંત્ર સાથે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ તેમના સાથે રહી તેમના આ વિશાળ વિચારો ને સફળ કરવામાં સહભાગી બનીએ.
જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય એ 19 સપ્ટેમ્બર એ લાલન કોલેજ ખાતે યોજનારા 150 કરતા વધુ કલાકારો સાથે ના મોદીજી ના જીવન પર આધારિત અદભુત મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
આ સેવા પખવાડિયા ની ઉજવણી માટે કેવી રીતે આયોજન કરવું તે અંગે સેવા પખાવાડાના જિલ્લા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર ઉપરાંત જયંતભાઈ માધાપરીયા, વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, મોમાયાભાઈ ગઢવી,હિતેષભાઇ ખંડોરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ,
સહિત જિલ્લા સંગઠનના હોદેદારો, તમામ મંડળો ના હોદેદારો, મોરચાના હોદેદારો આગેવાનો મોટી સંખ્યામાં માં હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન સેવા પખવાડિયા ના સહ ઇન્ચાર્જ શીતલભાઈ શાહે જયારે સંચાલન અને આભારવિધિ સેવા પખવાડિયા સહ ઇન્ચાર્જ હેમંતભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવાયું હતું.