અંતરજાળમાંથી 1.82 લાખના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

અંતરજાળમાંથી 1.82 લાખના વાયરની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં રહેનાર ધિરેન રમેશ સેંઘાણી સોલાર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ફરિયાદીનું અંતરજાળ ગામમાં ગૌશાળા નજીક ગોદામ આવેલું છે. ગત તા. 19/8ના રોજ ફરિયાદી ગોદામ પર ગયેલ હતા. બાદમાં તા. 27/8ના બપોરે પોતાના ગોદામે ચોરી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ અહી આવીને તપાસ કરી હતી. તપાસ દરમ્યાન ગોદામમાંથી રોલમાંથી રૂા. 1,80,000ના કોપર વાયર તથા તાડપત્રી એમ કુલ રૂા. 1,82,000ના માલસામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.