અંજાર તાલુકાનાં નવાગામમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા હતા તો બે ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આ ઇસમો પાસેથી રોકડા રૂ. 2,300 કબ્જે કરાયા હતા. નવાગામની સીમમાં બાવળની ઝાડીમાં પતા રમતા ગામના મુકેશ જીવણ સથવારા, ખીરસરાનો આમેન ઓસમાણ કટિયાની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે નવાગામના લાલજી રણછોડ સથવારા અને મનજી તેજા સથવારા નામના ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. ગંજીપાના વડે નસીબ અજમાવતા અને ઝડપાયેલા આ બે ઇસમો પાસેથી રોકડા રૂ. 2,300 જપ્ત કરાયા હતા.