અંજારમાંથી 15,000 ની બાઇક તસ્કરી થઈ

અંજારની ખજીરા મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાજ પઢીને બહાર આવ્યા એતલી જ વર્મા રૂ. 15,000 ની કિંમતનું બાઇક તસ્કરી હોવાની ઘટના અંજાર પોલીસ સ્ટેશને લખવાઇ છે. અબ્દુલકરીમ સુલેમાન ખત્રીને લખાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, બાઇક તસ્કરીનો બનાવ બન્યો હતો. જેમાં સવારના અરસામાં તેઓ ખજીરા મસ્જિદમાં નમાજ પઢવા ગયા ત્યારે મસ્જિદની બહાર પાર્ક કરાયેલું રૂ. 15,000 ની કિંમતનું જીજે 12 એઆર 4769 નંબરનું બાઇક નમાજ પઢીને બહાર આવ્યો ત્યાં સુધીમાં કોઈ તસ્કરી કરી ગયું હતું. આ બાઇક તસ્કરી થયા બાદ આજ દિવસ સુધી જાતે શોધવાના પ્રયત્ન કર્યા પરંતુ ન મળતા આખરે આ અંગે પોલીસમાં ફરિયાદ  લખાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *