મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ શહેરમાં કુલ‌ ૧૧૩ દબાણો દૂર કરાયા

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક થઈ શિકારપુરી સુધી આર્કેડના “પેડેસ્ટેરીયન વે” માં કરવામાં આવેલા દબાણો બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના ૬ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૩પ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજની સતત હાજરીમાં કુલ-૧૧૩ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ ઝુંબેશમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચૌધરી અને પી.એસ.આઇ.શ્રી ઝાલા દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવેલો અને આવતીકાલે તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ પણ આ ઝુંબેશ શરુ રહેશે તેમ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનસંપર્ક અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.