પોષણ ઉત્સવ ની ઉજવણી શેરડી આંગણવાડી ખાતે કરાઈ

image-105

આજ રોજ icds માંડવી-1 સેજો :નાના આસંબીયા માં માન.પ્રોગ્રામ ઓફિસર સાહેબશ્રી અને માન.cdpo શ્રી ઝાલા નયનાબાના માર્ગદર્શન હેઠળ પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવ ની ઉજવણી શેરડી આંગણવાડી ખાતે કરવામાં આવી તથા પોષણ વાનગી નિદર્શન, રંગોળી કરવામાં આવી. જેમાં આરોગ્ય વિભાગ CHO શ્રી દિવ્યાબેન વાધેલા અને નર્સબેન શ્રી જીનલબેન સેંગાણી, સેજા ના સુપરવાઈઝર શ્રી મહેશ્વરી લક્ષ્મીબેન,ગામના સરપંચ શ્રી હાંસબાઈબેન પરસોતમ,ઉપસરપંચ શ્રી સંઘાર શિવજીભાઈ,ગામના અગ્રણી વિનેશભાઈ અને બિનાબેન વ્યાસ તેમજ આશાવર્કર ,લાભાર્થી,વડીલો, ઉપસ્થિત રહ્યાં હતાં.કTHR અને મિલેટ્સ માંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યુ હતું THR ની સમજણ મોનિકા હિરેનભાઇ વાસાણી દ્વારા આપવામાં આવી હતી મિલેટ્સ ની રેખાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી અને શ્રેષ્ઠ વાનગી ઓ બનાવનાર ને 1 થી 3 નંબર આપવામાં આવ્યા તેમજ કિશોરી ને પ્રોત્સાહિત કરવામાં આવી.