રિન્યુએબલ એનર્જી પોલિસી થકી એમએસએમઈ ઉદ્યોગો માટે ઊર્જા ખર્ચમાં ઑપ્ટિમાઇઝેશનની તકો શોધવી જરૂરી

પેટા હેડીંગ : ભુજમાં ફોકિઆ, શ્રી કચ્છ ચાઈના ક્લે એસો. અને ઓલ કચ્છ બેન્ટોનાઈટ મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા એક
દિવસીય સેમીનાર યોજાયો – સરકારી એન્જિનિયરિંગ કોલેજ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ, ભુજ એકેડેમિઆ ભાગીદાર.
ભુજ, તા. ૧૫:
કચ્છની ઉદ્યોગોની ટોચની સંસ્થા, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) એ “ઑપ્ટિમાઇઝિંગ એનર્જી કોસ્ટ
થ્રુ રિન્યુએબલ એનર્જી” વિષય પર એકદિવસીય સેમિનારનું સફળ આયોજન કર્યું હતું. આ સેમિનારમાં શ્રી કચ્છ ચાઈના ક્લે
એસોસિએશન અને ઓલ કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સહ-આયોજક તરીકે જોડાયા હતા, જ્યારે સરકારી
એન્જિનિયરિંગ કોલેજ, ભુજના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગે એકેડેમિઆ ભાગીદાર તરીકે સહયોગ આપ્યો હતો.
સેમિનારનું આયોજન રેજન્ટા હોટલ, ભુજમાં થયું હતું.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ને વિગતવાર સમજાવવાનો, મધ્યમ અને નાના-મધ્યમ
ઉદ્યોગો (એમએસએમઈ) માટે ઊર્જા ખર્ચમાં ઘટાડાની તકો શોધવાનું, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઊર્જા વપરાસ
કરતા ઈન્ડ્રસ્ટ્રીઝ વચ્ચે મેચમેકિંગને પ્રોત્સાહન આપવાનો હતો. કચ્છ જીલ્લો જ્યારે રિન્યુએબલ એનર્જી ઉત્પાદક તરીકે સમાગ્ર
વિશ્વમાં આગળ આવી રહ્યો છે ત્યારે આવા કાર્યક્રમ દ્વારા કચ્છના ઉદ્યોગોને ટકાઉ વિકાસ અને ખર્ચ ઘટાડવાની નવી
રણનીતિઓ વિશે માહિતગાર કરવાં જરૂરી છે, જે વિકસિત ભારત ૨૦૪૭ ના ધ્યેય સાથે જોડાયેલું છે. આ કાર્યક્રમનું સ્વાગત
પ્રવચન શ્રી કચ્છ ચાઈના ક્લે એસોસિએશનના શ્રી ભરતભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.
સેમિનારનું ઉદ્ઘાટન એસએલડીસી-ગેટકો વડોદરા નાં મુખ્ય એન્જિનિયર શ્રી એ.બી. રાઠોડ, ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી
નિમિષ ફડકે, કચ્છ ચાઈના ક્લે એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ગોકુલ ડાંગર અને ઓલ કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર્સ
એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી વિપુલ ભાનુશાલી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજનાં પી. રાઠોડ નાં હાથે થયું. આ કાર્યક્રમમાં
આશરે ૧૬૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો, જેમાં ૬૦ મધ્યમ અને એમએસએમઈ ઉદ્યોગો, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ
ડેવલપર્સ,રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કનસલટન્ટ્સ તથા તોલાણી પોલીટેકનીક આદિપુર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ,
સરકારી પોલીટેકનીક કોલેજ ભુજનાં વિવિધ પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમીનાર માં ઇલેકટ્રોથર્મ, GHCL,
અંબીકા સ્ટીલ, મિત્તલ પાઈપ્સ વગેરે જેવી મોટી કંપની ના પ્રતિનિધિઓ એ પણ ભાગ લીધો હતો.
સેમિનારમાં બે તકનીકી સત્રોમાં વિભાજિત કાર્યક્રમ થયો. પ્રથમ સત્રમાં દ્રષ્ટિ પાવર કન્સલ્ટન્ટ્સના શ્રી કે.કે. ભાટિયાએ ગુજરાત
રિન્યુએબલ એનર્જી પોલિસી ૨૦૨૩ને ડીકોડ કરીને સમજાવી, જ્યારે ફ્રીલાન્સ એનર્જી ઑડિટર અને ટેક્નિકલ ટ્રેઇનર શ્રી ચિરાગ
વી. ચૌહાણે ગ્રાહકો માટે નવીનીકરણીય ઊર્જા દ્વારા ખર્ચ ઑપ્ટિમાઇઝેશનની તકો પર પ્રસ્તુતિ આપી. ઇમ્પેક્ટ લીડર વ્હાઇટ
ડેસર્ટ પાવર પ્રોજેક્ટ્સ પ્રા.લિ. અને ઇમ્પેક્ટ પાર્ટનર્સ ઓઆરબી એનર્જી તથા અક્ષત ઉર્જા પ્રા.લિ.એ પોતાની પ્રસ્તુતિઓ દ્વારા
પ્રોજેક્ટ મોડલ્સ અને નાણાકીય વ્યવસ્થાઓ વિશે માહિતી આપી.
બીજા સત્રમાં ડૉ. રસિક ભાગીયાએ પીપીએ (પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ)માં પ્રવેશવાની મૂલ્યાંકન પ્રક્રિયા, એસએલડીસી-ગેટકોના
મુખ્ય એન્જિનિયરે ગ્રીડ કનેક્ટિવિટી મેળવવા દરમિયાન કાનૂની પાસાઓ, તથા શ્રી ચિરાગ વી. ચૌહાણે પ્રોજેક્ટના ઝડપી
અમલીકરણ માટે પડકારોને દૂર કરવા, કાનૂની, નિયમનકારી અને વ્યાપારિક પાસાઓ પર ચર્ચા કરી. વધુમાં, ભૂમિ મેળવીને
સંસાધનોનું એકત્રીકરણ અને ગ્રીડ કનેક્ટિવિટી પર પ્રસ્તુતિ આપવામાં આવી હતી. ગ્રાહકો વતી સોલારિસ ઈન્ડ્રસ્ટ્રીઝના
પ્રતિનિધિ મુકેશ નકુમએ રિન્યુએબલ એનર્જી દ્વારા ખર્ચ ઑપ્ટિમાઇઝેશનની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. રિન્યુએબલ એનર્જી
સેક્ટરનાં વિકાસ માટે ગેટકો દ્વારા ભજવવામાં આવતી ગતિશીલ ભૂમિકા પર પણ મુખ્ય એન્જિનિયર શ્રી એ.બી. રાઠોડ દ્વારા
પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં પ્રશ્નોતરી ના સેસન દરમિયાન વિવિધ વપરાશકર્તા, પ્રોજેક્ટ ડેવલોપર્સ અને નવી ઈન્ડ્રસ્ટ્રીઝનાં લોકોએ આ
ક્ષેત્રમાં પડતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેસનમાં અથર્વા સોલારના શ્રી ભાવેન
ઠક્કરે ગેટકોની અમુક નીતિઓ અંગે ગેટકોના ચીફ ઈન્જીનીયર શ્રી પાસે માર્ગદર્શન માંગ્યુ હતું. આ ચર્ચા દરમ્યાન પ્રોજેક્ટ
ફાઇનાન્સિંગ વિકલ્પો, વાયબલ પીપીએ, જોખમ વ્યવસ્થાપન અને ઑપ્ટિમલ પર્ફોર્મન્સ મેન્ટેનન્સ જેવા મુદ્દાઓને આવરી
લેવામાં આવ્યા. આ સેમિનાર દ્વારા કચ્છના ઉદ્યોગોને ઊર્જા ક્ષેત્રે નવી તકો અને ટકાઉ વિકાસની દિશા મળી હતી.

આ ઉપરાંત સોલાર પ્રોજેક્ટ માટે લીઝ પર મળેલી જમીન પર સોલાર પ્રોજેક્ટની મનાઈ જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા.
સમગ્ર સેમિનારનું સંચાલન પ્રોફેસર ગૌતમ ભટ્ટ અને મનિષાબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સેમિનારને અંતે ફોકિઆ દ્વારા ઝડપથી વિકસતાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાટે પોલીસી એડવોકેસી અને રેગ્યુલેટરી બાબતો
માટે પ્રોજેક્ટ ડેવલપર્સ અને વપરાશ કર્તા ગ્રાહકો માટે સતત પ્રયત્નો કરતા રહેવાની ખાતરી આપી હતી.
આ સેમિનારમાં ઇમ્પેક્ટ લીડર તરીકે વ્હાઇટ ડેસર્ટ પાવર પ્રોજેક્ટ, ઇમ્પેક્ટ પાર્ટનર્સ તરીકે ઓઆરબી એનર્જી અને અક્ષત ઉર્જા,
તથા ઇમ્પેક્ટ સપોર્ટર તરીકે અથર્વા સોલાર એલએલપી અને ભક્તિનંદન પાવરે સહયોગ આપ્યો હતો.
આ સેમિનારમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના શ્રી મહિપતસિંહ ઝાલા અને ફોકિઆ વતી મમતા વાસાણી, શિવાની ભગત,
જીનીશા સાદાણી, ભરત બારોટ, કિશોર મહેશ્વરી વગેરે આયોજનમાં સક્રિય ભાગ લીધો હતો.