વિંઝાણ ગામે પશુ સારવાર કેમ્પનું સફળ આયોજન

અબડાસા તાલુકાના વિંઝાણ ગામે આજે ફરતું પશુ દવાખાનું ૧૯૬૨ (હાજાપર) દ્વારા પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમ્યાન ગાય-ભેંસ સહિતના પશુઓમાં જોવા મળતી વિવિધ બીમારીઓની સારવાર કરવામાં આવી. ઉપરાંત, પશુઓના સ્વાસ્થ્ય જાળવવા માટે અને યોગ્ય આહાર અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ સેવા કેમ્પમાં ડો. સચિન અને ડો. પીયુષ , પાયલોટ દેવશીભાઈ, ભાવિનભાઈ તથા અશોકકુમાર ચંદેએ સેવા આપી હતી

સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ કેમ્પથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવા આરોગ્યલક્ષી કેમ્પો સતત યોજાતા રહે તેવી માંગ પણ વ્યક્ત કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના આરોગ્યને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.