ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી કોઠારા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી બી.બી. ભગોરા સાહેબ નાઓએ ગેર કાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવુતિ મા સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. જાડેજા નાઓના માર્ગ દર્શન હેઠળ

આજરોજ તા. ૧૬/૦૯/૨૦૨૫ના કોઠારા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીગ મા હતા તે દરમ્યાન કોઠારા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. રવિરાજસિંહ પી.જાડેજા તથા પો.હેડ કોન્સ. મહેશભાઈ જે પ્રજાપતિ નાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકિકત મળેલ કે, મામદઈલીયાસ સ/ઓ ઓસ્માણગની હિંગોરા રહે ખીરસરા(વિંઝાણ) તા. અબડાસા વાળો પોતાના કબ્જામા ગેરકાયેસર રીતે હથિયાર રાખે છે જે બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમી હકિકત વાળી જગ્યા દાહ ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ઝડપી પાડી તેના કબ્જા માથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદુક જેની કિ.રૂ.૨૦૦૦/- તથા દારૂગોળા (છરા) નંગ-૧૨ તથા દારૂગોળાનો પાવડર સાથે ઝડપી ઉપરોક્ત મંજકુર ઇસમ વિરૂધ્ધ કોઠારા પોલીસ સ્ટેશન આર્મ્સ એકટ તથા હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી

મામદ ઇલીયાસ ઓસ્માણગની હિંગોરા ઉ.વ.૩૫, ધંધો ખેતી રહે. ખીરસરા(વિંઝાણ) તા.અબડાસા

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) કોઠારા પો.સ્ટે ગુરન.ફ ૦૩/૨૦૧૮ આઇ.પી.સી.ક.૩૦૨ વિ. મુજબ

(૨) કોઠારા પો.સ્ટે.ગુર.નફ-૧૧૨૦૫૦૨૩૨૨૦૨૩૩ આઇ.પી.સી.ક.૨૯૪(B),૫૦૬(૨),એટ્રો.ક.૩(૧)(R),

૩(૧)(S), ૩(૨)(V) મુજબ

(૩) નલિયા પો.સ્ટે. ગુરન. ૧૧૨૦૫૦૩૬૨૧૦૫૩૩ આઇ. પી.સી.ક.૩૦૭, ૧૩૫(૧), ૧૧૪ મુજબ

ઉપરોકત કામગીરીમાં કોઠારા પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.ડી. જાડેજા તથા પો.હેડ કોન્સ. વિરાજસિંહ પી. જાડેજા તથા પો.હેડ કોન્સ. મહેશભાઈ જે. પ્રજાપતિ તથા પો.હેડ કોન્સ. દામજીભાઇ એમ. મારવાડા તથા પો.કોન્સ. અનિલભાઇ પી. ખટાણા તથા પો.કોન્સ. મહેશભાઇ કે. ઝાપડિયા તથા પો.કોન્સ. અલ્પેશભાઇ એલ. ચૌધરી તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ વી. રાતડિયા તથા પોલીસ પગી સોમાજી જી. રાઠોડ એરીતેનાઓ જોડાયેલ હતા.