વડોદરા, એક અઠવાડિયામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે શહેરમાં બીજી વખત દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ગત મોડીરાત્રિના અરસામાં કોયલી ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર સામે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ અંગેની વિગત એવી છે કે ગત મોડી રાત્રિના અરસામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર પાસેથી ૮૭,૮૦૦ રૂપિયાનો દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. અને શખ્સ શૈલેષ ઉર્ફે બકરો રઘુનાથ મિસ્ત્રીને પકડી પાડયો હતો. જ્યારે નામચીન બુટલેગર કાલુ ઉર્ફે ટોપી, કારનો ડ્રાઈવર તથા મધ્યપ્રદેશના દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા હતા. ચાર દિવસમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કોયલી ગામની સીમમાં રિફાઈનરીથી મીની નદી તરફ જતી કેનાલ નજીકથી પસાર થતી કારને રોકવામાં આવી હતી. કારમાંથી બીયરના ૨૮૮ ટીન કિંમત રૂ.૨૮,૮૦૦ ના મળી આવતાં શખ્સો શશીકાંત અમરસીંગ ચૌહાણ અને મુન્ના હરેન્દ્ર પ્રસાદ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બે શખ્સો પીન્ટુ વાઘેલા અજય ઉર્ફે ચકો અને દારૂના પીઠાવાળા અલ્કેશ બાકલીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.