અંજારમાં મટકાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

અંજારના ગંગાનાકા વિસ્તારમાંથી પોલીસે વરલી મટકાના આંકફેરનો જુગાર રમી અને રમાડી રહેલા ઇસમને રૂ. 410 રકમ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત બપોરના અરસામાં પેટ્રોલીંગ દરમ્યાન ગંગાનાકા વિસ્તારમાં આવેલી કાપડી લોજ નજીક વરલી મટકાનો આંકફેરનો જુગાર રમી રમાડી રહેલા દબડાના ભોલેનાથનગરમાં રહેતા જીતેન્દ્ર જયંતીલાલ ઠક્કરને રોકડા રૂ. 410 સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ હેડ કોન્સટેબલ રાજેશ ચોધરીએ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર તજવીજ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *