પવનચક્કી ચોરીના ગુનાના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગ સાહેબનાઓએ મિલ્કત સબંધી ચોરી/લુંટ પ્રકારના અનડટિકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૨૪૧/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૫,૩૩૧(૪),૩૨૪(૪),૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ફરીયાદીશ્રીની કંપનીની ચાંન્દ્રોડી તથા ખોડાસર સીમમાં આવેલ પવનચક્કીના દરવાજાનો લોક તોડી પવનચક્કીમાંથી અલગ-અલગ સાઇઝના કોપર વાયરની ચોરી થયેલ હોવાની ફરીયાદ આપેલ જેની આગળની તપાસ શ્રી જે.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર લાકડીયા પો.સ્ટેનાઓએ સંભાળી હ્યુમન સોર્શિસ આધારે ઝીણવટભરી રીતે તપાસ કરી ચોરી કરનાર અજાણ્યા તમામ આરોપીઓને ચોરીમાં ગયેલ કોપર વાયર મુદામાલ સાથે પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ડીટેક્ટ થયેલ ગુનો

લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૨૪૧/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૫, ૩૩૧(૪), ૩૨૪(૪), ૫૪

પકડાયેલ આરોપીઓ

૧) શાંતીલાલ ઉર્ફે શાનીયો રામજી કોલી ઉ.વ-૩૨ રહે.સેક્ટર-૦૫ આધોઇ તા.ભચાઉ કચ્છ.

૨) હરેશ રામસી સાલાણી(કોલી) ઉ.વ-૨૨ રહે.સેક્ટર-૦૫ આધોઇ તા.ભચાઉ કચ્છ.

૩) નરેશ નથુભાઇ કોલી ઉ.વ-૨૩ રહે. કોલીવાસ, ખોડાસર તા.ભચાઉ કચ્છ.

૪) દેસરા ચોંડાભાઇ કોલી ઉ.વ-૨૯ રહે,કોલીવાસ ખોડાસર તા.ભચાઉ કચ્છ

કબ્જે કરેલ મુદામાલ

કોપર વાયર ૧૩૦ કિ.ગ્રા કિ.રૂ-૭૮,૦૦૦/-

કોપરના વાયર કાપવા ઉપયોગમાં લીધેલ કટર નંગ-૦૨ કિ.રૂ-૪૦૦/૦૦

ડીસમીસ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦

કુલે કિંમત રૂ.૭૮,૪૦૦/-

સદરહુ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.