અંજારમાં જી.આઈ.ડી.સીમાં આવેલ પ્લોટ નં.૬૯ વાળા ગોડાઉન માંથી કુલ ૮૧, ૦૬, ૭૨૦/- ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ દારૂ/જુગાર જેવી અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના ડેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવેલ હોય તે દરમ્યાન થી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર નાઓને સચોટ ખાનગી રાહે ચોક્કસ બાતમી હડીકત આધારે અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સીમાં પ્લોટ.નં.૬૯ વાળા ગોડાઉનમાં અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ તથા નરેશકુમાર ડાલુરામ તથા દેવારામ પ્રેમારામ તથા દિનેશકુમાર સાગરરામ તથા દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ તથા સુનિલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે.તમામ રાજેસ્થાન વાળાઓએ સુનિલકુમાર મોહનલાલ બિશ્નોઈ વાળાના ડબ્જાના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો તેના સાગરીતો સાથે મંગાવી ઉતારેલ છે જે ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી લાખો રૂપિયોનો પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ સફેદ કલરની સ્વીફટ ગાડી પડડી તપાસના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુનાની વિગત :-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫ ૧૧૭૮/૨૫ પ્રોહી કલમ-૧૫(એ) (ઈ) ૧૧૬(બી) ૯૮(૨) ૮૧૮૩ મુજબ

પકડવાના બાડી આરોપીઓ :-

(૧) અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ રહે.ડાવલ ગામ જી.જાલૌર રાજસ્થાન

(૨) નરેશકુમાર ડાલુરામ રહે.ડોઠારીયા ચોકડી રાજકોટ મુળ રહે.જાબુરી શિહોરી રાજસ્થાન

(3) દેવારામ પ્રેમારામ રહે.બાડમેર રાજસ્થાન

(૪) દિનેશકુમાર સાગર૨ામ રહે.બાડમેર રાજસ્થાન

(૫) દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ રહે.બાડમેર રાજસ્થાન

(૧) સુનીલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે. બાડમેર રાજસ્થાન

(૭) સ્વીફ્ટ ગાડી જેના.૨જી નંબર GJ-16-FA-7077 વાળાનો કબજો ભોગવડ નાર

(૮) તપાસ દરમ્યાન નીકળે તે

કબ્જે કરેલ મુદ્દામાલ :-

આ ડામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર થી એ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.