માતાના મઢ રસ્તાના ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્લાના તથા જિલ્લા બહારના શ્રદ્ધાળુઓ પગે ચાલીને માતાનામઢ ખાતે દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાનામઢ જાય છે. હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની રિક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર-જવર કરતા હોય છે. આ સમય દરમિયાન માતાનામઢ મધ્યે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્યામાં એસ.ટી.ની બસો પણ અવર-જવર કરતી હોઇ પદયાત્રીઓને મુશ્કેલી પડે છે અને ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી બને છે.
આ ઉપરાત રસ્તા પરથી લિગ્નાઇટની ટ્રકો જેવા ભારે વાહનો અવર-જવર કરતા હોઇ પદયાત્રીઓના માર્ગમાં અવર-જવરમાં કોઇ ખલેલ કે અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય અને કોઇ ગંભીર અકસ્માત ન બને તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ભારે વાહનોનું ટ્રાફિક નિયમન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રટશ્રી ડી.પી.ચૌહાણએ જાહેરનામું બહાર પાડી તા.૧૯/૦૯/૨૦૨૫ના વહેલી સવારના ૬ કલાકથી તા.૦૨/૧૦/૨૦૨૫ના રાત્રીના ૨૪ કલાક સુધી વાહનોની અવર-જવર માટે હુકમ જારી કરી કર્યા છે.
જેમાં સાંઘી, જેપી તથા અલ્ટ્રાટ્રેક કંપની તરફથી ભરેલી ગાડીઓ (ભારે/અતિભારે વાહનો) ભુજ તરફ આવવા-જવા માટેનો રૂટ સાંઘી, અલ્ટ્રાટેકથી નલીયા, મોથાળા, દેશલપર, સુખપરથી હિલગાર્ડન, એરપોર્ટ રોડ, માધાપર ઉપર થઇને જઇ શકશે. ભુજથી સાંઘી, જેપી તથા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની તરફથી જતી ખાલી ગાડી (ભારે/અતિભારે વાહનો) નો રૂટ નળ સર્કલ ભુજથી એરપોર્ટ બાયપાસ પ્રિન્સ રેસીડેન્સી, મિરઝાપર, દહીંસરા, લુડવા, ગઢશીશા ચાર રસ્તાથી મોથાળા નલીયાથી વાયોરનો રહેશે.
લીફરી લિગ્નાઇટ ખાણ માટે લીફરી ખાણ મેઈન ગેટથી બંને તરફ એક કિ.મી. સુધીના વિસ્તારને “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવે છે ત્યાં કોઇ વાહનો પાર્ક કરવાના રહેશે નહીં. લીફરી લિગ્નાઇટ ખાણ તરફથી જતા ખાલી વાહનો (ભારે/અતિભારે વાહનો) ભુજથી લોરીયા થઈને નિરોણા થઇને નખત્રાણા તરફથી લિગ્નાઇટ ખાણમાં જતા વાહનોને ટોડીયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ જશે. તથા લિગ્નાઇટ ભરેલા વાહનો લીફરી, રવાપર ચાર રસ્તા, ઉગેડી, નખત્રાણા, દેશલપર, મિરઝાપર, હિલ ગાર્ડન બાયપાસ થઇને નળવાળા સર્કલ થઇને જઇ શકશે. આ વાહન વ્યવહાર સવારનાં ૧૦ થી સાંજના ૧૮ કલાક સુધીના સમય દરમિયાન લિગ્નાઇટ ખાણ સુધી અવરજવર કરી શકશે તેમજ સાંજના ૧૮.૦૦કલાક થી સવારના ૧૦.૦૦કલાક સુધી અવરજવર બંધ રહેશે.
ઉમરસર લિગ્નાઈટ ભરેલી અને ખાલી ગાડી(ભારે/અતિભારે વાહનો)માટે ભુજથી લોરીયા થઈને નિરોણા થઈને નખત્રાણા તરફથી ઉમરસર લિગ્નાઈટ ખાણમાં જતી ખાલી ગાડીઓ રવાપર ચાર રસ્તાથી ઘડાણી, વાલ્કા મોટા, પાનેલી, દયાપર થઈ લિગ્રાઈટ ખાણ ઉમરસર જઈ શકશે. ઉમરસર ખાણમાંથી ભરેલી ગાડીઓ દયાપર, પાનેલી, વાલ્કા મોટા, ઘડાણી, રવાપર ચાર રસ્તા, ઉગેડી, નખત્રાણા, દેશલપર, મિરજાપર, હિલગાર્ડન બાયપાસ થઈને નળવાળા સર્કલ થઈને જઈ શકશે. આ વાહન વ્યવહાર સવારના કલાક ૧૦-૦૦ થી સાંજના ૧૮-૦૦ સુધીના સમયગાળા દરમિયાન લિગ્રાઈટ ખાણ સુધી અવરજવર કરી શકશે તેમજ સાંજના કલાક ૧૮-૦૦ થી સવારના કલાક ૧૦-૦૦ સુઘી અવરજવર બંધ રહેશે.
લીફરીથી એ.ટી.પી.એસ.નાની છેર જતા ભારે/અતિભારે વાહનો માટે, લીફરી ખાણથી લિગ્રાઈટ ભરી નાની છેર એ.ટી.પી.એસ.જતા વાહનો લીફરીથી રવાપર, ઘડાણી, પાનેલી, દયાપર, ઉમરસર થઈને એ.ટી.પી.એસ. જઈ શકશે. નખત્રાણાથી પાન્ધ્રો તરફ જતાં ભારે/અતિભારે વાહનો નખત્રાણા, ટોડીયા ફાટક, ટોડીયા, નેત્રા,રવાપર, ઘડાણી, પાનેલી, નારાયણ સરોવર વાળા હાઈ-વે માર્ગ ઉપરથી પસાર થશે. જ્યારે આજ રૂટ ઉપરથી પાન્ધ્રોથી નખત્રાણા, માતાના મઢ તરફ જઈ શકશે, માતાના મઢ-નખત્રાણા-ભુજ તરફ જતા ભારે/અતિભારે સિવાયના તમામ વાહનો. એસ.ટી.બસો તથા પ્રવાસી બસો નખત્રાણા, મથલ, રવાપર, માતાના મઢ વાળા હાઈ-વે માર્ગ ઉપરથી પસાર થશે. જ્યારે આજ રૂટ ઉપર થઈને ભુજ નખત્રાણા, માતાના મઢ તરફ જઈ શકશે આ જાહેરનામાનાં સમયગાળા દરમિયાન ભુજ-નખત્રાણા-માતાનામઢ સુધીના (અવર-જવર) સમગ્ર રોડ ઉપર પરિવહન કરતા નાના વાહનોની સ્પીડ લીમીટ મહતમ ૫૦ કિ.મી./કલાકની રાખવાની રહેશે.
આ હુકમ અન્વયે પોલીસ ખાતાના અને પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
અંજના ભટ્ટી.