માતાનામઢ જતા પદયાત્રીઓને ધ્યાનમાં લહી ને ભુજ-લખપત હાઇવે પર દેશલપર થી ટોડીયા ફાટક સુધી ભારે વાહનોની અવરજવર તા.18/09/2025 થી 02/10/2025 સુધી બંધ કરવા અંગે નું જાહેરનામું

પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૫/૦૯/૨૦૨૫વાળા પત્રની વિગતે આગામી દિવસોમાં માતાના મઢ જતાં પદયાત્રીઓના ઘસારાનાં કારણે ભુજથી માતાના મઢ હાઈવે પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય, અકસ્માત અને જાનમાલને નુકશાન થવાની સંભાવના હોય, કોઈ ગંભીર અકસ્માત ન બને તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે નખત્રાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ દેશલપર (વાંઢાય) થી ટોડીયા ફાટક સુધીના ૨૨સ્તાને તા.૧૮/૦૯/૨૦૨૫થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી, અનુસૂચિમાં જણાવેલ વૈકલ્પિક ૨૨તાનો ઉપયોગ કરવા જાહે૨નામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લેતા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.

જેથી હું ડી.પી.ચૌહાણ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ તા.૧૮/૦૯/૨૦૨૫થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી નખત્રાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ દેશલપર (વાંઢાય) થી ટોડીયા ફાટક સુધીના રસ્તા પરથી ભારે વાહનોની અવર-જવર બંધ ક૨વા તથા નીચે અનુસૂચિમાં જણાવેલ રસ્તા/માર્ગોનો ઉપયોગ ક૨વા હુકમ કરુ છું.

થાય છે. આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ

અનુસૂચિ:-

(૧) ભુજથી દયાપર જવા માટે:-

ભુજ, માનકુવા, દેશલપર (દેશલપરથી નલિયા તરફ ડાયવર્ટ), મંગવાણા, રોહા, મોથાળા, બીટા (બીટા થી અંદર આવશે) ઉખેડા, નેત્રા, રવાપર (૨વાપર રોડ ક્રોસ કરી) ગડાણી, પાનેલી થી દયાપર

(૨)

દયાપર થી ભુજ જવા માટે:-

દયાપર, પાનેલી, ગડાણી, રવાપર (રવાપર રોડ ક્રોસ કરી) નેત્રા, ટોડીયા ફાટકથી (વિરાણી ફાટક ડાયવર્ઝન) વિરાણી, દેવીસર, નિરોણા, લોરીયા ચેક પોસ્ટથી ભુજ

ઉપરોક્ત જાહેરનામામાંથી નીચે જણાવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

સરકારી ફરજ પરનાં વાહનો/એસ.ટી.બસો

ફાયર ફાઈટર વાહનો

એમ્બ્યુલન્સ વાહન.

પોલિસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પ૨ના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો

આ જાહેરનામા હેઠળ તપાસ ક૨વાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ ક૨વાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ પોલિસ ખાતાએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી ક૨વાની ૨હેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે સબંધિત રસ્તાઓ ૫૨ હાજર રહી ચુસ્ત અમલ કરાવવાનો રહેશે.

આજરોજ તા.૧૭/ ૦૯/૨૦૨૫ના મારી સહી તથા કચેરીનો સિક્કો મારી બહાર પાડ્યો.