સાવરકુંડલા શહેરમાં આવેલ સંધીચોક ફરાહ મસ્જીદ નજીક રહેણાક મકાનમાં અંગ્રેજી શરાબ રાખેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી. પોલીસે દરોડો કરતા તોફીકભાઇ ઉમરભાઇ જાખરા ઉ.વ 22 ધંધો અભ્યાસ તથા મહમદ ઉર્ફે મમુ ઉમરભાઇ જાખરા તથા ઝરીનાબહેન ઉમરભાઇ ભીખુભાઇ જાખરા રહે. ત્રણેય સાવરકુંડલા વાળાનો સમાવેશ થાય છે. આ બધા સામે એસ.ઓ.જી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી સાવરકુંડલા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આ લોકોએ ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટની જુદા-જુદા બ્રાંડની અંગ્રેજી શરાબની બોટલો નંગ-15 કિંમત રૂ.4,500 તથા શરાબની ફુટેલી બોટલોના ઢાંકણા સહીતના કાંચ ના ટુકડા તથા ખોખા તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂ.15,000 મળી કૂલ રૂ.19,500નો મુદ્દામાલ મોહમ્મદ ઉર્ફે મમુ જાખરા પાસેથી લાવી પોતાના રહેણાંક મકાનમાં રાખી દરોડા દરમ્યાન મળી આવી ઝડપાઇ જતાં તેમજ જરીનાબેનએ પોલીસને પ્રોહી અંગેની દરોડામાં પ્રતિકાર કરી શરાબની બોટલો ફોડી નાખી નાશી જઇ ગુન્હો કર્યા વગેરે બાબતે તેમની સામે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.