મોટા યક્ષ મેળામાં થયેલ મોબાઈલ ફોન ચોરીઓના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ


મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી એમ. જે. ક્રિશ્ચિયન સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ પો.સ્ટે.માં મોટા યક્ષ મેળા દરમ્યાન મોબાઈલ ફોન ગુમ થયાની અરજીઓ દાખલ થયેલ હોય જે અરજીઓના કામે વણ-શોધાયેલ મોબાઈલો શોધી કાઢવા સુચના આપેલ હોઇ.
જે અનુસંધાને શકમંદ ઇસમને પકડી પાડવા માટે પો.ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે અરજી તપાસમાં હતા તે દરમ્યાન પો.સબ ઈન્સ. એમ.વી. શામળા સાહેબ તથા પો.હેડ કોન્સ. કેશરભાઈ દેસાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ફેઝલ સલીમભાઈ રફાઈ(મુસ્લિમ) ઉ.વ.૨૪ રહે.મુતવાવાડ, પાંજરાપોળ સબ જેલની બાજુમાં, ગોંડલ તા.ગોંડલ જી.રાજકોટ વાળો મોટા યક્ષ મેળામા ચોરી થયેલ મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં હોઇ જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી અરજી કામે શંકમંદ ઇસમને હસ્તગત કરી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેણે જણાવેલ કે મોબાઈલ ફોન નંગ-૧૫ની તેણે યક્ષ મેળામાં આવેલ સહેલાણીઓના મોબાઈલ ફોનનો ચોરી છુપી રીતે ખિસ્સામાંથી કાઢી લીધેલ હોય જે અંગેની હકીકત જણાવતા ચોરીમાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરી વણ-શોધાયેલ મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ કામેના આરોપી પાસેથી ઉપરોકત મોબાઈલ ફોન કબ્જે લઈ આ કામે ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પો.સબ ઈન્સ. એમ.વી. શામળા સાહેબ નાઓ ચલાવી રહેલ છે.
આરોપીનું નામ-સરનામુ:-
(૧) ફેઝલ સલીમભાઈ રફાઈ(મુસ્લિમ) ઉ.વ.૨૪ રહે.મુતવાવાડ, પાંજરાપોળ સબ જેલની બાજુમાં, ગોંડલ તા.ગોંડલ જી.રાજકોટ
મોન્ડેસ ઓપરેન્ડી(M.O.)-
(૧) મેળા તથા ભીડભાડ વાળા કાર્યક્રમો તેમજ મનોરંજન સ્થળ ખાતે આવેલ લોકોની નજર ચુકવી ઉપરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરેલ છે.
આરોપીઓના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ:-
(૧) SAMSUNG કંપનીનો ગેલેક્સી Zfold35Q-S વાળો જેની કિં.રૂ.૫૬,૦૦૦/-(૨) APPLE કંપનીનો I phone 12 promax વાળો જેની કિં.રૂ.૫૦,૦૦૦/-
(3) SAMSUNG કંપનીનો ગેલેક્સી S22 વાળો જેની કિં.રૂ.૨૫,૦૦૦/-
(૪) VIVO કંપનીનો મોડેલ નંબર T4 5G વાળો જેની કિં.રૂ.૧૫,૦૦૦/-
(૫) VIVO કંપનીનો સિલ્વર કલર જેના મોડેલ V-24 વાળો જેની કિં.રૂ.૧૫,૦૦૦/-
(૬) VIVO કંપનીનો મોડેલ નં.Y-58 વાળો જેની કિં.રૂ.૧૦,૦૦૦/-
(e) VIVO કંપનીનો મોડેલ નંબર Y51 A વાળો જેની કિં.રૂ.૧૦,૦૦૦/-
(૮) REALME કંપનીનો P3+5જી વાળો જેની કિં.રૂ.૮,૦૦૦/-
(૯) VIVO કંપનીનો મોડેલ Y36 વાળો જેની કિં.રૂ.૮,૦૦૦/-
(૧૦) VIVO કંપનીનો મોડેલ Y-19 5g વાળો જેની કિં.રૂ.૮,૦૦૦/-
(૧૧) REALME કંપનીનો મોડેલ C-53 વાળો જેની કિં.રૂ.૬,૦૦૦/-
(૧૨)REDMI કંપનીનો મોડેલ Note 11 વાળો જેની કિં.રૂ.૫,૦૦૦/-
(13) REALME કંપનીનો મોડેલ 11 વાળો જેની કિં.રૂ.૫,૦૦૦/-
(૧૪) REALME કંપનીનો મોડેલ નંબર C-15 વાળો જેની કિં.રૂ.૫,૦૦૦/-(
૧૫) REALME કંપનીનો મોડેલ 7 pro વાળો જેની કિં.રૂ.૩૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૧૫ કુલ્લે કિં.રૂ.૨,૨૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.