જુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે,  કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ જુના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓને જુના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ નિભાવવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહશે. જેમાં મોબાઇલ ફોનની વિગત, આઇએમઈઆઇ નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ તથા સરનામા, આઈડી પ્રૂફની વિગત અસલ પરથી ખરાઈ કરીને દર્શાવવાની રહેશે.

આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું  તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી