નખત્રાણા તાલુકાના પાંચ ગામની બાલિકાને વિવિધ સરકારી કચેરીઓની એક્સપોઝર વિઝીટ કરાવવામાં આવી


“સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન અને પંચાયત રિસોર્સ સેન્ટર – સેતુના સંયુક્ત ઉપક્રમે બાલિકા
પંચાયતની દિકરીઓને વિવિધ સરકારી કચેરીના કામકાજની સમજ મળે તે હેતુથી એક્સપોઝર વિઝીટનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં નખત્રાણાના મોટા અંગીયા, મથલ, ટોડિયા, દેવપર અને જતાવીરા ગામની બાલિકા
પંચાયતના સરપંચ તથા સભ્યોને તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને સ્માર્ટ સીટી પોલીસ સ્ટેશનની
મુલાકાત કરાવવામાં આવી હતી અને વિભાગોની કામગીરી અંગે સમજ મેળવી.
જેમાં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા
તેમજ તાલુકા પંચાયતના વિવિધ વિભાગો અંગે માહિતગાર કર્યા હતા અને દીકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા
પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. ત્યાર બાદ મામલતદાર કચેરીની મુલાકાત કરી મામલતદારશ્રી રાકેશભાઈ પટેલ દ્વારા
ઉપસ્થિત દીકરીઓને આગળ આવી અને દરેક ક્ષેત્રે મહિલા ભાગીદારીની સમજ આપી તેમજ અલગ અલગ શાખાઓ
તેમજ કાર્યપદ્ધતિ અંગે સમજ આપી હતી. ત્યારબાદ સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. પોલીસ
ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સેબલ દ્વારા મહિલાઓ માટેની હેલ્પલાઈન, સ્વરક્ષણ અને પોલીસની ફરજો, વિવધ કેડરની
જવાદારીઓ અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં કાર્યરત સી- ટીમની મુલાકાત કરી તેઓની કામગીરી અંગેની માહિતી
ASI શ્રી મીરાંબેન દ્વારા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં
આવ્યું હતું. જેમાં “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન પ્રોજેક્ટના ફોરમબેન વ્યાસ, ક્રિષ્નાબેન ભુડિયા, સખી
વન સ્ટોપ સેન્ટરના વર્ષાબેન, પંચાયત રિસોર્સ સેન્ટર સેતુના મુક્તાબેન નાથબાવા, મોટા અંગિયાનાં સરપંચ શ્રી
ઈકબાલભાઈ, જતાવીરાના સરપંચ શ્રી ઇન્દુબેન જોડાયા હતા.