ભુજના જયનગર ત્રણ રસ્તા નજીક કારના કાચ તોડી રૂ;49,000 હજારના મુદ્દામાલની તસ્કરી

copy image

ભુજના જયનગર ત્રણ રસ્તા નજીક કારના કાચ તોડી રૂ; 49,000 હજારના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ ભુજ જયનગર ત્રણ રસ્તા નજીક ઊભેલી ગાડીના કોઈ અજાણ્યો ઈસમ કાચ તોડી તેમાથી લેપટોપ, લેપટોપ ચાર્જર, વાઈફાઈ ડોંગલ તથા ફરિયાદીની કારની ચાવી અને આરસી બુક તેમજ પાકીટમાં રખાયેલા રોકડા રૂા;પાંચ હજાર મળી કુલ રૂા. 49,000ના મુદ્દામાલની ચોરી કરી નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.