સૌથી અમીર ગણાતા ભુજ તાલુકાનાં માધાપરમાં બે-બે સરપંચ હોવા છતાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું

સૌથી અમીર ગણાતા ભુજ તાલુકાનાં માધાપરમાં બે-બે સરપંચ હોવા છતાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું. મેન રોડ રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. રોડ પર ગટરો વહી રહી છે. રખડતા ઢોરોનો પણ ત્રાસ વધી ગયો છે. આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ અતિશય છે. આ બધા મુદ્દાને ધ્યાને લઈ સરપંચોની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. માત્ર વાયદાઓ નહીં પરંતુ પોતાની ફરજ પણ નિભાવો તેવું લોકો જણાવી રહ્યા છે.