ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ’ યોજાયો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની આદતમાંથી મુક્ત કરાવવા માટે યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લામાં ભુજઅંજાર અને ગાંધીધામ ખાતે વિકસિત ભારત માટે નશામુકત યુવા‘ કાર્યક્રમ યોજાયો હતો.  

     આ કાર્યક્રમ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક શ્રી કમલેશભાઇ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશના યુવાનોને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાનો અને નવી પેઢી એની ચપેટમાં ન આવે એ માટે સામૂહિક પ્રયાસ કરવાનો છે.

     કચ્છ જિલ્લામાં આયોજિત થયેલા કાર્યક્રમોમાં વિવિધ સ્થળોએ યુવાનોએ ઉપસ્થિત રહીને ડ્રગ્સને દૂષણને ડામવા અને ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.