મિરઝાપર ગામમાં બનેલા પોકસો કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા ₹55,000 દંડની સજા ફટકારવામાં આવી

copy image

ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મિરઝાપર ગામમાં બનેલા પોકસો કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા ₹55,000 દંડની સજા ફટકારવામાં આવી.
પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે.એ.ઠક્કર મહિલા સુરક્ષાના મામલે પોકસો કેસમાં કડક સજા.
સદર ગુનાની તપાસ કરનાર PI શ્રી એ.જી.પરમાર અને સરકારી વકીલ શ્રી એચ.બી.જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ભોગ બનનારને રૂપિયા ૪,૦૦,૦૦૦/- નું વળતર ચૂકવવાનો હુકમ.
ભોગબનનારનો જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃ સ્થાપીત થાય તેની કાળજી લઇ યોગ્ય માર્ગદર્શન આપવા હુકમ.
સજા:
ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 65(1) હેઠળ તથા
ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 351(3) હેઠળ તથા
POCSO કલમ 4 હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ તથા ₹55,000 દંડની સજા ફટકારવામાં આવી