સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આઈ.ટી.આઈ. ભુજ ખાતે ઇન્ટેન્સિવફાઈ આઈ.ઈ.સી કેમ્પેન અનેસ્વચ્છતા હિ સેવા 2025 અભિયાન શરુ કરવામાં આવ્યો.


આજ રોજ તારીખ ૨૬/૦૯/૨૦૨૫ ના આઈ.ટી.આઈ. ભુજ ખાતે ઇન્ટેન્સિવફાઈ આઈ.ઈ.સી કેમ્પેન અને સ્વચ્છતા હિ
સેવા 2025 અભિયાન તેમજ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડૉ.કાર્તિક શાહ (એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી.
અમદાવાદ) , ડૉ .મનોજ દવે કચ્છ જિલ્લાના DTO. ટીબી /એચ.આઈ.વી. ઓફિસર, શ્રી સંજય મોતા, એસ.વી. ગોસ્વામી,
ભાવનાબેન પટેલ (આઈ.ટી.આઈ. આ વાઈઝ પ્રિન્સીપાલ)ના હસ્તે કરવામાં આવ્યું. આવેલ મહેમાનોનું
પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ તેમજ શ્રી રાજેશ જાદવ (સી.પી.એમ.) એ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી આવેલ તમામ
મહેમાનોને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ડૉ.કાર્તિક શાહ એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી. અમદાવાદના અધ્યક્ષ
સ્થાને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી અને ડૉ .મનોજ દવેના માર્ગદર્શન હેઠળ દિશા ડાપકુ કરછ અને
કરછ.એન.પી.+ એ સમગ્ર પ્રોજેક્ટ અને આઈ.સી.ડબ્લ્યુના સંકલન અને સાથ સહકારથી કરવામાં આવેલ. જેમાં ગુજરાત સ્ટેટ
એઇડ્સ કંટ્રોલ સોસાયટી માંથી ડૉ.કાર્તિક શાહએ HIV અને AIDS વિશે વિગવાર ચર્ચા કરી જાણકારી આપી હતી. કચ્છ જિલ્લાના
DTO. ટીબી/એચ.આઈ.વી. ઓફિસર એવા ડૉ.મનોજ દવેએ સમગ્ર કચ્છ જિલ્લામાં આ અભિયાનનું ગામે ગામ પ્રચાર પ્રસાર કરવું
અને HIV – AIDS વિશે ચર્ચા કરી આ રોગોથી કેમ બચાવ કરવું જોઈએ તે અંગે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.કાર્તિક શાહ અને ડૉ.મનોજ દવેએ રેલી લીલી ઝંડી
આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તમામ વિદ્યાથીઓ આ રેલીમાં ભાગ લીધેલ હતું. એચ.આઈ.વી અને એઇડ્સ ના સુત્રોના નાદ
સાથે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. .
આ કાર્યક્રમનું સંચાલન ડી.એસ.બી.સી.સી. ઈસ્માઈલ સમા એ કર્યું હતું અને આભારવિધિ આઈ.ટી.આઈ.ના સબીર ખત્રી
એ કરી હતી. આ પ્રોગ્રામમાં આઈ.ટી.આઈ. ના તમામ સ્ટાફ અને ૩૫૦ જેટલા વિદ્યાથીઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.